ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Viral Video: ફિલ્મી સ્ટાઈલમાં ટેમ્પો પલટી માર્યો, ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ CCTVમાં કેદ થયા - સુરત અકસ્માત

સુરતના ન્યુ કમેલા દરવાજા નજીક ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. રાત્રીના સમયે ટેમ્પો પુરઝડપે આવી રહ્યો હતો. અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આખો ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માત પહેલા વૃદ્ધ બાળકનો હાથ પકડીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. સમગ્ર ઘટના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Surat News : ફિલ્મી સ્ટાઈલમાં ટેમ્પો પલટી માર્યો, ત્રણ લોકોના આબાદ બચાવ CCTVમાં કેદ થયા
Surat News : ફિલ્મી સ્ટાઈલમાં ટેમ્પો પલટી માર્યો, ત્રણ લોકોના આબાદ બચાવ CCTVમાં કેદ થયા

By

Published : Mar 2, 2023, 1:56 PM IST

સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે

સુરત :બેફામ આવી રહેલા ટેમ્પોની અડફેટે આવતા ત્રણ લોકો સમય સૂચકતા અને સદનસીબે અકસ્માતના શિકાર થતા બચી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTVમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે કઈ રીતે બે લોકો અને એક બાળક અકસ્માતના શિકાર થતા બચી ગયા હતા. પૂરઝડપે આવી રહેલી ટેમ્પો માત્ર એક ફૂટ આગળ જ પલટી મારી દે છે. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક બાળક સહિત બે લોકોનું ચમત્કારિક બચાવ થયો છે.

શું છે સમગ્ર બનાવ : સુરત શહેરના ન્યુ કમેલા દરવાજા નજીક એક ટેમ્પો ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. ટેમ્પા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આખો ટેમ્પો પલટી થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી અને તેના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, અકસ્માત પહેલા એક વૃદ્ધ 4થી 5 વર્ષના બાળકનો હાથ પકડીને રોડ ક્રોસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :Bhavnagar Accident: ભાવનગરમાં મહિલાઓને લઈ જતો ટેમ્પો અચાનક પલટી ગયો, 20 ઈજાગ્રસ્ત

ઘટનાથી લોકો સ્તબ્ધ :રોડ ક્રોસ કરીને જ્યારે વૃદ્ધ અને બાળક ઉભા થાય છે, ત્યારે સામેથી અચાનક જ પૂર ઝડપે ટેમ્પો આવી જાય છે. વૃદ્ધ અને બાળક પાસે એક યુવાન પણ ઉભો હોય છે. ટેમ્પોને જોઈ યુવાન બાળકને હાથથી ખેંચે છે. જેથી તે અકસ્માતનો શિકાર ન થાય તે દરમિયાન માત્ર સેકન્ડમાં જ યુવાન, વૃદ્ધ અને બાળક નજીક જ માત્ર એક ફૂટની દુરી પર ટેમ્પો આવીને પલટી થઈ જાય છે. આ ગંભીર અકસ્માતમાં જોકે કોઈને જાનહાનિ થઈ નહોતી. રાત્રી સમયે બનેલી આ ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ પણ વાંચો :આખલાઓની અડફેટે આવતાં રીક્ષા પલટી, શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા

ધડાકાભેર અવાજ સાથે ટેમ્પાએ પલટી મારી હતી :હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. પૂર ઝડપે આવી રહેલા ટેમ્પો ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ધડાકાભેર આવાજ સાથે ટેમ્પો પલટી મારી હતી. એના કારણે લોકો પણ અવાજ સાંભળીને દોડતા આવી ગયા હતા. આ ઘટનામાં આ ડ્રાઇવરને નાની મોટી ઈજા થઈ હતી કે આ વિસ્તાર ટેક્સટાઈલ માર્કેટની અંદર આવે છે. અહીં ટેમ્પો થકી કાપડ મોકલવામાં આવતું હોય છે અને અવાર નવાર આ વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતી હોય છે. આ વિડીયોની પૃષ્ટી ETV Bharat કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details