- શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે
- છેલ્લા બે દિવસમાં 50થી વધુ કેસો માત્ર શાળા અને કૉલેજમાંથી જ નોંધાયા
- શાળાઓને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે
સુરત:ગુજરાત સહિત શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં 50થી વધુ કેસો માત્ર શાળા અને કૉલેજમાંથી જ નોંધાયા છે. જેથી સુરત વાલી મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે કે, આવી પરિસ્થિતિમાં શાળાઓને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમા ન આવે.
શાળાઓને બંધ કરવા સુરત વાલી મંડળ દ્વારા સરકારને રજૂઆત આ પણ વાંચો:ડીસામાં એક જ શાળામાં 11 કોરોના કેસ, આરોગ્ય વિભાગની અવગણના સાથે શાળા ચાલુ
અત્યાર સુધીમાં 137 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકો કોરોના સંક્રમિત
સુરતમાં ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેની સીધી અસર સુરતની શાળાઓ અને કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર પડી રહી છે. અત્યાર સુધીમાં 137 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને હાલ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહયા છે. છેલ્લા બે દિવસથી દરરોજ 30 જેટલા કેસો માત્ર શાળા અને કૉલેજમાંથી નોંધાઈ રહ્યા છે.
આ પણ વાંચો:વડોદરાઃ આનંદ વિદ્યા વિહાર શાળાના 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
આવનારા મહિનામાં વાર્ષિક પરીક્ષાઓ
વાલી મંડળના સદસ્ય ઉમેશ પંચાલે જણાવ્યું હતુ કે, 'અમારી સરકારને રજૂઆત છે કે, શાળાઓને બંધ રાખવાનો પણ નિર્ણય લે. આવનારા મહિનામાં વાર્ષિક પરીક્ષાઓ છે અને હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી શાળાઓ બંધ કરવી જોઈએ.'