ગુજરાત

gujarat

ETV Bharat / state

Demolition : ઉતરાણ પાવર સ્ટેશનનો 85 મીટર ઊંચો ટાવર પાંચ સેકેન્ડમાં ધ્વસ્ત, કેવી રહી બ્લાસ્ટ ટેકનોલોજીની પ્રક્રિયા જૂઓ - બાંધકામને તોડવા એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજી

સુરતના ઉતરાણ પાવર સ્ટેશનમાં બ્લાસ્ટ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઉતરાણ પાવર સ્ટેશનના 85 મીટર ઊંચો ટાવર પાંચ સેકેન્ડમાં ધ્વસ્ત કરી ઊતારી લેવાની કામગીરી કરવામાં આવી હતી. 200 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરી સલામતીથી સમગ્ર પ્રકિયા પાર પાડી હતી.

Demolition : ઉતરાણ પાવર સ્ટેશનનો 85 મીટર ઊંચો ટાવર પાંચ સેકેન્ડમાં ધ્વસ્ત, કેવી રહી બ્લાસ્ટ ટેકનોલોજીની પ્રક્રિયા જૂઓ
Demolition : ઉતરાણ પાવર સ્ટેશનનો 85 મીટર ઊંચો ટાવર પાંચ સેકેન્ડમાં ધ્વસ્ત, કેવી રહી બ્લાસ્ટ ટેકનોલોજીની પ્રક્રિયા જૂઓ

By

Published : Mar 21, 2023, 3:46 PM IST

200 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ થયો

સુરત :ઉતરાણમાં ગેસ બેઝ પાવર સ્ટેશન બંધ હાલતમાં છે. તેના 85 મીટર ઊંચા ટાવરના બાંધકામને તોડવા એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે ઉતરાણ પાવર સ્ટેશનનો 85 મીટર ઊંચો ટાવર પાંચ સેકેન્ડમાં ધ્વસ્ત કરી દેવાયો હતો અને એ પણ આજુબાજુમાં કોઇપણ પ્રકારના નુકસાન વગર. આ કાર્યવાહી વિશે વધુ માહિતી લઇએ.

પાંચ સેકન્ડમાં તોડી: સુરતના ઉતરાણમાં ગેસ બેઝ પાવર સ્ટેશન કાર્યરત હતું. આજે ઉતારી લેવાયેલ ટાવર 1993માં બનાવવામાં આવ્યો હતો. ત્યારે ઉતરાણ પાવર સ્ટેશનમાં ટાવર ઉતારવાની કામગીરી જયપુરની કંપનીએક્ઝિક્યુટ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી જેમણે આધુનિક ટેકનિકના ઉપયોગથી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ ટાવરને માત્ર પાંચ સેકન્ડની સમયસીમામાં 200 કિલો એક્સપ્લોઝિવની મદદથી ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજી આગામી ભવિષ્યમાં ભારતના જૂના મહાકાય બિલ્ડીંગોને તોડી પાડવામાં મદદગાર બનશે તે અંગે કંપનીના માઈનીંગ એન્જિનિયરે વધુ જાણકારી આપી હતી.

આ પણ વાંચો ગણતરીની સેકન્ડોમાં જ ટ્વીન ટાવર તળીયે, જૂઓ વીડિયો

સ્વદેશી કંપની : માઈનીંગ એન્જિનિયર આનંદ શર્માએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે અમારી કંપની જયપુરથી છે અને અમે ભારતભરમાં મોટા સ્ટ્રકચરોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અગાઉ વિદેશી કંપનીઓ આ પ્રક્રિયા કરતી હતી. અત્યાર સુધીમાં અમે આવા 25 જેટલા પ્રોજેક્ટના ડિમોલિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. અહીં પણ ચેલેન્જિંગ ટાસ્ક હતું કારણ કે આસપાસના વિસ્તારમાં અનેક સ્ટ્રક્ચર હતાં.

બ્લાસ્ટ પછીનું દ્રશ્ય

બ્લાસ્ટ પહેલાં તકેદારી : તેઓએ જણાવ્યું હતું કે બ્લાસ્ટિંગ એક સામાન્ય પ્રક્રિયા છે પબ્લિકમાં આનો ભય હોય છે લોકોને ભયભીત થવાની જરૂર નથી એક્સપ્લોઝિવને યોગ્ય રીતે વાપરવામાં આવે છે અને સિસ્ટમેટિકલી પ્રક્રિયા કરવામાં આવે તો શાંતિપૂર્વક ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થાય છે આ ખૂબ જ સસ્તી અને સુરક્ષિત પ્રક્રિયા છે. કોઈપણ ડિમોલેશનની પ્રક્રિયામાં હ્યુમન પાવરની જરૂરિયાત હોય છે અને તે સમયે તેઓ સ્ટ્રક્ચરની આસપાસ હોય છે જો કે બ્લાસ્ટ પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિને ત્યાં રાખવામાં આવતાં નથી તેમને દૂર કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો નોઈડાનો ટ્વીન ટાવર આંખના પલકારામાં જ થયો ધરાશાયી, બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા

સામાન્ય પ્રક્રિયા : આનંદ શર્માએ જણાવ્યું હતું કે બાંધકામ તોડવાની પ્રક્રિયા કરતાં પહેલાં અગાઉ એક બ્લાસ્ટ કરીને પક્ષીઓને ત્યાંથી ઉડાવી દેવામાં આવે છે અને સુરક્ષિત રીતે અન્ય બ્લાસ્ટ કરી ડિમોલેશન કરવામાં આવતું હોય છે. કોન્ક્રીટની ક્ષમતા ચેક કર્યા પછી તેમજ સ્ટ્રક્ચરનું વજન જોયા બાદ એક નિશ્ચિત અંતર પર ફીલિંગ્સ હોલની તૈયારી કરવામાં આવે છે. ત્યાર પછી એક્સપ્લોઝિવ બ્લાસ્ટિંગની ડિઝાઇન કરવામાં આવે છે. એક્સપ્લોઝિવ પ્લાન્ટ કરીને સારી રીતે સર્કિટને પૂર્ણ કર્યા બાદ બ્લાસ્ટ કરવામાં આવે છે. આ ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છે એમાં સ્ટ્રકચરને તોડી પાડવા માટે મોટાપાયે એનો ઉપયોગ થશે. કારણ કે કોન્ક્રીટ સ્ટ્રક્ચર જે શહેરોમાં તૈયાર થઈ રહ્યા છે, જે 60 થી 70 વર્ષ સુધી ટકી રહેશે તેમને તોડી પાડવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધ્વસ્ત થનારા સ્ટ્રક્ચર પાસે જો પાંચ મીટરના અંતરે કોઈ બિલ્ડીંગ પણ હોય તેમ છતાં સ્ટ્રકચરને તોડી શકાય છે.

27 મીલી સેકન્ડનો ટાઈમ: માઈનીંગ એન્જિનિયરે કહ્યું હતું કે આ સ્ટ્રક્ચરની આસપાસ કેટલાક સેન્સિટીવ સ્ટ્રક્ચર પણ હતાં. જેને ધ્યાનમાં રાખીને અમે સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી. સમગ્ર પ્રક્રિયા ટાઇમીંગ પર હોય છે કયા ભાગને કયા સમયે તોડી પાડવાનો છે એ નક્કી કરવામાં આવે છે. દિલ્હીમાં આપે જોયું હશે કે 500 મિલી સેકન્ડનો ટાઈમ આપ્યો હતો. અહીં અમે 25 થી 27 મીલી સેકન્ડનો ટાઈમ આપ્યો હતો જેના કારણે સ્ટ્રક્ચર કોઈ પણ બાજુ વળી શક્યો નથી અને સીધો ધ્વસ્ત થઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details