સુરત:હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલા તોફાનને કારણે આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે ભારે બફારો વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી બાજુ ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગો પણ ભીના થઈ ગયા હતા. તો સૌરાષ્ટ્રમાં આ માવઠાની અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો અને વરસાદી માહોલ જામ્યો હતો. આવા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ હતી.
Surat Unseasonal Rains: સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા - સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા
સુરતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોએ આખી સિઝન પરસેવો પાડીને મહેનત કરી અને કમોસમી વરસાદને કારણે તેના પર પાણી ફરી વળ્યું હતું. ખેડૂતોના પાકના વાવેતરથી લઈને લણણી સુધી બિયારણ, ખાતર અને પાણીનો ખર્ચ કર્યો હતો. પરંતુ વરસાદથી જગતનો તાત કુદરત સામે ફરી એકવાર લાચાર સાબિત થયો છે.
માવઠાનો માર: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફોરેન સિસ્ટમ સક્રિય થઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. શહેરમાં ભરબપોરે વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદે એન્ટ્રી કરી છે. જોકે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે. તો આવા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તથા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે હોળીના તહેવાર નિમિત્તે જોરદાર પવન સાથે સમગ્ર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. આવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી છે.
ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ: ખેડૂતોએ આખી સિઝન પરસેવો પાડીને મહેનત કરી અને કમોસમી વરસાદને કારણે તેના પર પાણી ફરી વળ્યું હતું. ખેડૂતોના પાકના વાવેતરથી લઈને લણણી સુધી બિયારણ, ખાતર અને પાણીનો ખર્ચ કર્યો હતો. પાક ઉગીને તૈયાર હતો, પરંતુ માર્કેટયાર્ડ સુધી પહોંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક રીતે મોટો પહોંચાડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ હતી. જગતનો તાત કુદરત સામે ફરી એકવાર લાચાર સાબિત થયો છે.