સુરત:આર્થિક ભીસમાં આવી જતા મોટર સાયકલ ચોરી કરનાર યુવાનની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વરાછા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતા સમયે પોલીસને આરોપી પાસેથી જાણવા મળ્યું કે બેરોજગાર હોવાના કારણે તેણે બાઈકની ચોરી કરી હતી.
વાહન ચોરીની ઘટનાઓ:સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે સુરત પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે. સુરત શહેરમાં વાહનચોરીના ગુનાઓને શોધી કાઢવા અને આરોપીઓને શોધી અને સજા આપવા ખાસ ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી. જે દરમિયાન પુણા લેન્ડમાર્ક પાસે જાહેર રોડ પર ચોરીની બાઈક સાથે એક યુવાન ઊભો છે.
આ પણ વાંચો Ahmedabad Crime : રાજ્યની મોટી ઈવેન્ટમાં ચોરી કરનાર ઝારખંડની ગેંગનો યુવક ઝડપાયો
અશોક બેરોજગાર: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 28 વર્ષીય અશોક બંસીદાસ વૈષ્ણવની ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનના ટીકર જિલ્લાના રહેવાસી અને હાલ તે સુરતમાં રહે છે. પોલીસે અશોક પાસેથી નંબર પ્લેટ વગરની હિરો કંપનીની એચ.એફ.ડિલક્ષ મોટર સાયક્લ કિંમત રુપિયા -30000/- ની મત્તા સાથે ઝડપી પાડેલ છે. અશોક પાલેથી બે બાઇક પોલીસને મળી આવી હતી. મહત્વની વાત એ છે કે અશોકએ પોલીસને જણાવ્યું હતું કે તે બેરોજગાર હોવાના કારણે તેણે બાઇકની ચોરી કરી છે.