ગુજરાત

gujarat

By

Published : May 5, 2020, 12:41 PM IST

Updated : May 5, 2020, 1:15 PM IST

ETV Bharat / state

શ્રમિકોને સુરતથી વતનમાં પહોંચાડવા ગયેલા બસ ડ્રાઇવર-કંડક્ટર ઓડિશામાં ફસાયા, ગુજરાત સરકાર બેફિકર

સુરત શહેરથી ઓડિશાના પરપ્રાંતીયોને ઓરિસ્સા બસ લઈને ગયેલા ડ્રાઇવર અને કંડક્ટર ઓડિશામાં ફસાયા છે. ભૂખ્યા-તરસ્યા તમામ ડ્રાઇવર છેલ્લા ત્રણ દીવસથી અટવાઈ પડ્યા છે અને રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

સુરતથી ઓરિસ્સાના પરપ્રાંતીયોને ઓરિસ્સા બસ લઈને ગયેલા ડ્રાયવર અને કંડકટર ત્યાં ફસાયા
સુરતથી ઓરિસ્સાના પરપ્રાંતીયોને ઓરિસ્સા બસ લઈને ગયેલા ડ્રાયવર અને કંડકટર ત્યાં ફસાયા

સુરતઃ શહેર, વડોદરા, ભરૂચ સહિત અલગ-અલગ વિસ્તારોના લક્ઝરી બસના ડ્રાઇવરો ઓડિશામાં ફસાયા છે. ઓડિશાની સ્થાનિક પોલીસ દ્વારા બસ ડિટેઇન કરતા તમામ લોકો અટવાઈ પડ્યા છે. ભૂખ્યા-તરસ્યા તમામ લોકો છેલ્લા ત્રણ દીવસથી અટવાઈ ગયા છે.

શ્રમિકોને સુરતથી વતનમાં પહોંચાડવા ગયેલા બસ ડ્રાઇવર-કંડક્ટર ઓડિશામાં ફસાયા

આશરે 50થી વધુ લક્ઝરી બસ અને તેમજ ડ્રાઇવરોને એક મેદાન જેવી જગ્યામાં રાખવામાં આવ્યા છે. ધોમધખતા તાપમાં શેકાઈ રહેલા લકઝરી બસના ડ્રાઇવર અને કંડક્ટરની કફોડી હાલત બની છે. તેઓ ઉકાળો પીને હાલ ગુજરાન ચલાવી રહ્યા છે. ફસાયેલા તમામ લોકોએ રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.

Last Updated : May 5, 2020, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details