સુરતઃશહેરના લીંબાયત સ્થિત નીલમનગર સોસાયટીમાં રહેતા સુનીલકુમાર રામપ્રસાદ સોનીએ લીંબાયત પોલીસ મથકમાં(Surat Limbayat Police ) ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 11-2-2022 ના રોજ પરિવાર સાથે સોમનાથ દર્શન(Somnath Darshan) કરવા ગયા હતા. 13 તારીખે પરત ફર્યા હતા આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેઓના ઘરની અગાસી ઉપરથી નીચે(Surat theft case) બીજા માળે આવી સંતોષભાઈના રૂમના દરવાજાનું તાળું કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ 19.45 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સબક શીખવાડવા ચોરી કરી
ઘર માલિકની ફરિયાદના આધારે લીંબાયત પોલીસે ગુનો નોંધી ડોગ સ્કવોડની(Surat Dog Squad)મદદ લઈને તપાસ શરુ કરી હતી. આ ઘટનાનો ભેદ લીંબાયત પોલીસે ઉકેલી કાઢ્યો હતો. આ ઘટનામાં પોલીસે તેઓના સગા ભાઈના દીકરા પ્રદીપ ઉર્ફે ગોલુ પપ્પુભાઈ સોનીની કડક પૂછપરછ કરતા તેણેચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પ્રદીપ ઉર્ફે ગોલુ પપ્પુભાઈ સોની અને સુનીલ કુમારની બિહાર ખાતે આવેલી સંયુક્ત જમીન સંતોષભાઈએ વેચાણ કરી હતી. જેના નાણા તેઓના ભાઈના દીકરા પ્રદીપને આપ્યા ન હતા જેથી સબક શીખવાડવા ચોરી કરી હતી.