સુરત :દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને (South Gujarat Textile Processors)ફરી એકવાર જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. SGTPA જે સ્થાનિક પ્રોસેસિંગ એકમોના પ્રતિનિધિ છે તેણે કોલસા અને કાચા માલના ભાવમાં વધારાને (Rising prices of coal and raw materials)કારણે જોબ ચાર્જમાં ફરી એકવાર 10 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે.
જોબ ચાર્જમાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય
સાઉથ ગુજરાતટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન(Surat textile processors ) દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોલસામાં 40 ટકા, હાઈડ્રોમાં 45 ટકા, પોલિસોલમાં 50 ટકા, એસિડિક એસિડ, નાઈટ્રિક એસિડ, કોસ્ટિક સોડામાં 30 થી 50 ટકા. જોબ ચાર્જમાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. સમિતિના તમામ સભ્યોનું માનવું છે કે જે એકમો હાલની પરિસ્થિતિમાંથી બહાર આવવા માગે છે તે ત્યારે જ ટકી શકશે જો તેઓ દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા તેમના એકમને મૃત્યુની અણી પરથી ઊંચકવાના લીધેલા નિર્ણયને માન આપે.
આ પણ વાંચોઃ10 ટકા Additional chargeને લઇ મિલસંચાલકો અને ફેડરર સામસામે