હજારો ઉદ્યોગકારોને સીધો લાભ થશે સુરત : શહેરના વિવિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોને મોટી રાહત મળી છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હવે લુમ્સ મશીન ઉપર ઝીરો ડ્યુટીનો લાભ મળશે. આ જાહેરાત કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી છે. નોટિફિકેશનમાં કેટલીક વિસંગતતાને લીધે સુરતના વિવર્સને તેનો લાભ મળી શકતો નહોતો. જેને હાલ નાણામંત્રાલય દ્વારા દૂર કરવામાં આવી છે જેથી સુરતના હજારો ઉદ્યોગકારોને તેનો સીધો લાભ થશે.
અમે ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા હતાં કે જે વિસંગતતા છે તે દૂર કરવામાં આવે. નોટિફિકેશનમાં સુધારો કરાતા હવે સુરતના વિવર્ષને પણ લાભ મળશે. 700 મશીનો ઉપર અમને કસ્ટમ ડ્યુટી 8.25 ટકા ભરવી પડતી હતી. હવે સુરતના વિવર્સને મુક્તિ મળી રહેશે. એટલું જ નહીં, મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે...અશોક જીરાવાલા (પ્રમુખ, વિવર્સ એસોસિએશન)
વિસંગતતાઓને દૂર કરવામાં આવી : ટેક્સટાઇલ ઉદ્યોગમાં મેક ઇન ઇન્ડિયાથી પ્રોત્સાહન મળે અને ટેકનોલોજી ટ્રાન્સફર સરળ થઈ શકે આ માટે ખાસ ટેક્સટાઇલ ના વિવિધ ઉદ્યોગમાં આધુનિકતા આવે આ હેતુથી સરકાર દ્વારા હુકમ લુમ્સ મશીનની આયાત પર કસ્ટમ ડ્યુટી 8.25 થી ઘટાડીને સીધે (શૂન્ય )કરી દેવામાં આવી હતી. તો ઉદ્યોગકારો નોટિફિકેશનની વિસંગતતાને લીધે લાભ લઈ શકતા નહોતા. તેથી સુરતના વિવિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ અંગે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને ટેક્સટાઇલ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વારંવાર રજૂઆત કરી હતી. તેમની માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને નોટિફિકેશનમાં વિસંગતતાઓને દૂર કરવામાં આવી છે.
ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે જે પણ વાજબી માગણીઓ હોય છે તેને મંત્રાલય હંમેશાથી જ સંતોષવા માટે તત્પર હોય છે. એટલું જ નહીં, તેમના હિતમાં નિર્ણય લેવામાં પણ અમે કટિબદ્ધ છીએ. ટેક્સટાઇલ ઉદ્યોગ સ્પર્ધાત્મક ગુણાત્મક અને ઉત્પાદકીય અપગ્રેડ મળે આ માટે નિકાસમાં વધુ યોગદાન મંત્રાલય તરફથી આપવામાં આવશે...દર્શના જરદોશ (કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યપ્રધાન )
કઇ વિસંગતતા હતી : વિશ્વભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગથી નિકાસ વધે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી જ ટેક્સટાઇલ ઉદ્યોગ ના વિકાસ તેમજ અપગ્રેડેશનની વાતો કરતા આવ્યા છે. આ માટે ઉદ્યોગમાં અપગ્રેડેશન થાય આ માટે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની વિસંગતતાને લીધે વિવર્સને તેનો લાભ મળી રહ્યો નહોતો. આ માટે વિવર્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશને રજૂઆત પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના વિવર્સ દ્વારા ત્રણ પન્ના રેપિયર જેવા જેકારડ આયાત કરવામાં આવે છે. જોકે 650 આરપીએમ પર ચાલતું હોય છે. જે ઉલ્લેખિત ન હોવાના કારણે તેમને ઝીરો કસ્ટમ ડ્યુટીનો લાભ મળતો ન હતો.
કસ્ટમ ડ્યુટી ઝીરો થઈ જશે :હાલ જે જાહેરનામામાં સુધાર કરવામાં આવ્યા છે. તે પ્રમાણે હવે 650 આરપીએમની ઉપર શટરલેસ રેપિયર લુમ્સ અને 800 મીટર પર મિનિટના શટરલેસ વોટર લુમ્સ તેમજ 1000 મીટર પર મિનિટ્સની ઉપર શટરલેસ એરજેટ લુમ્સની આયાત પર કસ્ટમ ડ્યુટી ઝીરો થઈ જશે. એટલું જ નહીં શટરલેસ લુમ્સના ભાગોને પણ તેની અંદર સમાવેશ કરવામાં આવ્યાં છે. આ નોટિફિકેશન સુધારાને સુરતના વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ આવકાર્યા છે.
- સુરતમાં લુમ્સ ખાતામાં કામ કરતા 5000 જેટલા કારીગરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર
- Surat FOGVA Demand : વિવર્સને પૂરતી વીજળી આપવા માગ, ડીજીવીસીએલ અને જેટકો સાથે બેઠકમાં શું થયું જૂઓ
- GST hike on textile: સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 12 ટકા GST પરત લેવા સરકારને રજુઆત, નહિ તો ઉગ્ર આંદોલનની ચીમકી