ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના કાપડ ઉદ્યોગને મંદીનો માર, 40 થી વધુ પ્રોસેસિંગ મીલ બંધ - ટેક્સટાઇલ હબ

સુરતઃ કાપડ ઉદ્યોગ છેલ્લા ઘણાં સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે. જે કાપડ માર્કેટમાં પહેલા ભારે ભીડ જોવા મળતી હતી, ત્યાં આજે નહીંવત લોકો જોવા મળી રહ્યા છે. દિવાળી પછી ઘણાં ડાઈંગ પ્રોસેસિંગ હાઉસને તાળા લાગી ગયા છે. મંદીને કારણે લાખો શ્રમિકોની રોજગારી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

સુરતનાં કાપડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માર

By

Published : Jul 27, 2019, 3:35 PM IST

સુરતનો કાપડ ઉદ્યોગ જે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેમજ ટેક્સટાઇલ હબ તરીકે ગણાતા સુરતમાં હાલ કાપડ ઉદ્યોગ મંદીની ભીંસમાં છે. સુરતમાં રોજ ચાર કરોડ મીટર કપડાનું ઉત્પાદન થતું હતું, ત્યાં હાલ આ ઉત્પાદન અઢી કરોડ મીટર ઉપર આવી ગયું છે.

GST લાગ્યા બાદથી સુરત કાપડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે અને હાલના દિવસોમાં મંદીના કારણે ડાઈંગ પ્રોસેસિંગ હાઉસ પણ બંધ થઈ રહ્યા છે. દિવાળી પહેલા મંદીના કારણે 40 જેટલી ડાઈન પ્રોસેસિંગ મીલ બંધ થઈ ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં વધુ 15 ડાઈંગ પ્રોસેસિંગ મીલ બંધ થઈ ગઇ છે અને ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું માનવું છે કે, આ સ્થિતિ આવનાર દિવસોમાં પણ જોવા મળશે.

સુરતના કાપડ ઉદ્યોગને મંદીનો માર, 40 થી વધુ પ્રોસેસિંગ મીલ બંધ
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મંદી અને સ્પર્ધાના કારણે પ્રોસેસર્સનું જોબ વર્ક ઓછું થયું છે. સાથે જ પ્રોસેસર્સને જે નફો મળતો હતો તે પણ ઘટી ગયો છે. જેને કારણે પ્રોસેસર્સ માટે મોટી સમસ્યા ઉભી થઇ છે.સુરતના બે પ્રમુખ ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલ બંનેમાં મંદી છે. કારીગરો અને શ્રમિકોને કામ ન હોવાના કારણે છૂટા કરી દેવામાં આવી રહ્યા છે. GST અને નોટબંધી બાદ ચાલી રહેલી આ સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા તાત્કાલિક લાવવામાં આવે તેવી માંગ બંને ઉદ્યોગના વેપારીઓ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details