સુરતમાં એક મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી નથી, છતાં સર્વોચ્ચ શક્તિનો અનુભવ સુરત :સમગ્ર દેશમાં ક્યાંક તમે યુનિવર્સલ મધરનું ટેમ્પલ હોય એ સાંભળ્યું હશે નહીં. પરંતુ ગુજરાતના સુરત શહેરમાં એક એવું મંદિર છે કે, જ્યાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના થતી નથી. આ ટેમ્પલમાં કોઈપણ પંડિત કે પૂજારી નથી. તેમ છતાં લોકો અહીં આવે છે. પોતાની વિશ પૂરી કરવા માટે મંદિરની બહાર લગાવવામાં આવેલા ઘંટને વગાડે છે. આ મંદિરનું નામ ટેમ્પલ ઓફ વીશ છે.
શું છે મંદિરની ખાસયિત : શહેરમાં એક એવું મંદિર છે કે, જ્યાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના ભજન કે આરતી થતી નથી. તેમ છતાં તેને ટેમ્પલ ઓફ વિશ કહેવામાં આવે છે. આ ટેમ્પલની ખાસિયત છે કે, અહીં આવનાર લોકો અહીં ટેમ્પલની બહાર લગાવાયેલા ઘંટ વગાડે છે. કહેવાય છે કે આ ઘંટ વગાડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેનાથી વ્યક્તિને સર્વોચ્ચ શક્તિ પરમાત્માની અનુભૂતિ થાય છે અને લોકો પોતાની ઈચ્છા તે સમયે ઈશ્વરને કહી શકે છે.
મંદિર વર્ષ 2005માં દ્રશ્યમાન :આમ તો, મંદિરમાં પૂજા પાઠ કરવામાં આવતા નથી. પરંતુ આ મંદિર જ્યારે જોવામાં આવે તો મંદિરનો આકાર લક્ષ્મીજીના શ્રી યંત્ર જેવો છે અને તેના બિંદુમાં એક માતા સ્વરૂપ દેવીની સ્થાપના કરવામાં આવી છે. જેને યુનિવર્સલ મધર કહેવામાં આવે છે. જ્યારે આ પ્રતિમાને ધ્યાનથી જોવામાં આવે તો તેમના એક હાથમાં કમળનું ફૂલ અને બીજા હાથમાં વેદ છે. મંદિરના સંચાલક પ્રદીપ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ ટેમ્પલ વિશ્વ માતાનું સ્વરૂપ છે. તમામનો જન્મ માતાના ગર્ભથી થયો છે. આપણી પ્રથમ ગુરુમાં હોય છે. જે માતા અદૃશ્ય હતી. તેમનું સ્વરૂપ વર્ષ 2005માં દ્રશ્યમાન થયું. આ ઈશ્વરીય અને જ્ઞાન સ્વરૂપની આ મા છે.
આ પણ વાંચો :Dwishatabdi Mahotsav : 11,000 કિલો ગોબરમાંથી તૈયાર થયું ગો મહિમા પ્રદર્શન, મુલાકાતીઓ માટે મનમોહક દ્રશ્યો
પંચતત્વથી અભિષેક :તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાભૂત જે ઈશ્વરીય તત્વ છે. પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ જેનાથી મનુષ્યનું આ શરીર બન્યું છે. આ મૂર્તિની પર સોલાર એનર્જી મળે છે. વરસાદ અને શિયાળામાં જે ઓસ પડે છે, ત્યારે તેમનો અભિષેક થાય છે. સમુદ્ર નજીક છે અને જ્યારે ત્યાંથી પવન આવે છે ત્યારે વાયુનો અભિષેક થાય છે, આકાશ સર્વ વ્યાપ્ત છે અને આ પ્રતિમા પોતે પૃથ્વી તત્વથી તૈયાર છે. જેથી અહીં પૂજા અર્ચના કરવામાં આવતી નથી. સૌથી અગત્યની વાત આ છે કે આ મંદિરનું સ્ટ્રક્ચર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે 65 વર્ષ સુધી તેને કોઈપણ પ્રકારની હાની થશે નહીં. તમામ સિમેન્ટ, કોંક્રિટનું સારી રીતે પરીક્ષણ કર્યા બાદ જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Bhavnagar News : મંદિરમાં ઊંધો સાથિયો કરીને મૂષક દેવના કાનમાં વાત કરીને ભક્તો કરે છે મનોકામના પૂર્ણ
કોસ્મિક એનર્જી છે :સૌથી અગત્યની વાત આ છે કે આ મંદિરના ગેટ પર એક ઘંટ લગાડવામાં આવ્યો છે. સાથે એક જ સૂચનાઓ આપવામાં આવી છે કે આ ઘંટ કઈ રીતે વગાડવામાં આવે. કારણ કે આ ઘંટ વગાડવાથી જે ઇકો ઉત્પન્ન થાય છે. તેનાથી જે એકાગ્રતા મળે છે તેના કારણે પરમાત્માની એક અનુભૂતિ લોકોને મળી શકે છે અને આ એકાગ્રતાના કારણે લોકો પોતાની વિશ સર્વોચ્ચ શક્તિ પાસેથી માંગી શકે છે. સંચાલક પ્રદીપ કાપડિયા એ જણાવ્યું હતું કે, આ કોસ્મિક એનર્જી છે. જેને સુપ્રીમ એનર્જી કહેવામાં આવે છે. જેની વચ્ચે કોઈ નથી લોકો ઘંટ વગાડે છે અને તેમની દિવ્યતા અનુભવ કરે છે અને પોતાની વીશ માંગે છે.