સુરતઃ શહેરમાં ટેક્નિશિયન ચેતન ચૌહાણ દેશવાસીઓના સ્વાસ્થ્યને તેમજ પોતાની ફરજને સર્વોપરી માની રહ્યા છે. પોતે કેન્સરગ્રસ્ત હોવા છતાં ફરજને પોતાનો જીવ અને પરિવારથી પર રાખનાર લેબ ટેક્નિશિયન ચેતન ચૌહાણ શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહ્યા છે.
સુરતના ટેક્નિશિયન ચેતન ચૌહાણ કેન્સરગ્રસ્ત હોવા છતાં દેશની કરી રહ્યા છે સેવા સુરત મહાનગરપાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાંં ચેતન ચૌહાણ લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવે છે. હાલ કોરોના હાહાકાર વચ્ચે તેઓ PHCમાં શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહ્યા છે. પરંતુ અગત્યની વાત એ છે કે ચેતન ચૌહાણપોતે કેન્સરગ્રસ્ત છે. તેમ છતાં કોરોનાના ચેપ લગાવની ભયથી ભયભીત નથી. તેઓ પોતાના દેશ, દેશવાસીઓના સ્વાસ્થ્ય અને પોતાની ફરજ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા બતાવી રહ્યા છે. ચેતન ચૌહાણને કરોડરજ્જુ પાસે કેન્સર છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ આ રોગ સામે લડી રહ્યા છે. તેમની સારવાર મુંબઇમાં ચાલી રહી છે. કેન્સર નિષ્ણાત ડૉકટર પાસે તેઓ સારવાર કરાવી રહ્યા છે. સમય સમય પર ડૉક્ટર પાસે મુંબઇ જવાનું રહે છે પરંતુ વિશ્વ સ્તરે પ્રસરી રહેલા કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી મુંબઈની હોસ્પિટલમાં અપોઈન્ટમેન્ટ રદ કરી તેઓ નિયમિત ફરજ પર હાજર થઈ રહ્યા છે. તેઓ દરરોજ 30 જેટલા લોકોના કોરોના સેમ્પલ લે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમને કેન્સર છે પરંતુ એક ગંભીર રોગના સેમ્પલ લે છે. તે જાણે છે કે કેન્સર એવો રોગ છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. અને ચેપ લાગી શકે છે. પરંતુ આ સંકટ સમયે પાલિકા, શહેર અને દેશની સાથે ઉભા રહેવું જરૂરી છે. પરિવાર હમેશા ચિંતા કરે છે. પરંતુ ઘરના સભ્યો શિક્ષિત છે. જેથી તેઓ સમજી જાય છે. પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ આવા સમયે સેવા આપવાની તક આપી તે માટે આભારી છું.