તાપી:તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોળધા ગામે એક કરુંણ ઘટના પ્રકાશમાં આવી હતી, જે અંગે વાલોડ પોલીસે 46 વર્ષીય આધેડએ તેની દીકરીની ફી નહિ ભરવાને કારણે ઝેરી દવા ગટગટાવી ને જીવન ટુકાવ્યું હોવાનું પ્રાથમિક તબક્કે નોંધી અકસ્માત મોત નો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. વલોડના ગોળધા ગામે રહેતા 46 વર્ષીય બકુલભાઈ પટેલ એ ગામ માંથી પસાર થતી નદી પાસે ઝેરી દવા ગટગટાવીને જીવન ટુકાવ્યું હતું.
તાપી: ગામના આધેડે ઝેરી દવાના ઘૂંટડા ભરતાની સાથે અનેક સવાલો - undefined
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોળધા ગામે એક કરુંણ ઘટના પ્રકાશમાં આવી હતી, જે અંગે વાલોડ પોલીસે 46 વર્ષીય આધેડએ તેની દીકરીની ફી નહિ ભરવાને કારણે ઝેરી દવા ગટગટાવી ને જીવન ટુકાવ્યું હોવાનું પ્રાથમિક તબક્કે નોંધી અકસ્માત મોત નો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
અનેક સવાલઃ આ અંગે મૃતકની પત્નીએ વાલોડ પોલિસ મથકે ફરિયાદ કરતા પોલીસે મૃતકની દીકરીની ફી ભરવાને લઈ આ પગલું ભર્યું હોવાનું નોંધી તપાસ હાથ ધરી હતી, આ અંગે મૃતકના ગામ જઈ અડોસપડોસના અભિપ્રાય જાણવાની કોશિશ કરાઈ હતી, જેમાં કોઈ એ કેમેરા સમક્ષ કઈ પણ કહેવાની ના પાડી હતી, બીજી તરફ આ અંગે પોલીસે ખુલાસો કરતા આ ઘટનામાં મૃતકે આર્થિક સંકડામણ ને પગલે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ મૃતક ના આ પગલાંને લઈ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
જીવન ટૂંકાવ્યુંઃવાલોડ તાલુકાનાં ગોડધા ગામે રહેતા આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું અને ગોડધા ખાતે રહેતા અને પુત્રીનાં અભ્યાસ અર્થે હાલ અવધ લાઇફ સ્ટાઇલ બાબેન ખાતે રહેતા પ્રીતિબેન બકુલભાઇ પટેલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે તેમની પુત્રી બેચરલ ઓફ આર્કિટેકમાં માલિબા કોલેજ ખાતે અભ્યાસ કરતી હોય, તેઓ ગોડધાથી બારડોલી ખાતે બાબેનમાં અવધ લાઇફ સ્ટાઇલમાં મકાન રાખી રહેતા હતા. જોકે સવારનાં 8 વાગ્યાનાં સુમારે તેઓ બાબેન હાજર હતા.
ઝેરી દવા પી લેતા મરણઃગામના ઓળખીતા એવા મનોજભાઈ તથા મનીષભાઈ તથા ધર્મેશભાઇનાઓ તેમના ઘરે આવેલ અને જણાવેલ કે, તેમના પતિ બકુલભાઈ મગનભાઈ પટેલ ગોડધા ગામે કોઇ ઝેરી દવા પી લેતા મરણ ગયેલ છે તેવી વાત કરતા તેઓની સાથે ગોડધા મુકામે આવ્યા હતા. જયારે ગામની સીમમાંથી સ્મશાન થઇ નદી તરફ જતા કાચા રોડ પાસે બકુલભાઈ મરણ ગયેલ હાલતમાં લાશ પડેલ હતી અને તેની નજીકમાં જ એક સફેદ કલરની બાટલી પડેલ હતી.