સિક્યુરિટી ગાર્ડને બેગ આપી યુવાને લગાવી મોતની છલાંગ સુરત: સુરતના અડાજણ ખાતે આવેલા કેબલ બ્રિજ પરથી એક અજાણ્ય યુવક તાપી નદીમાં ઝંપલાવી, જીવન ટૂંકાવ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, કઈ રીતે એક યુવાન તાપી નદીમાં આપઘાત કરવા માટે કૂદી રહ્યો છે. આ અંગે જાણકારી મળતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક જ કેબલ બ્રિજ પહોંચ્યા હતા. પછી નદીમાં પડેલા યુવકને શોધવા કામગીરી થઈ હતી.
આવો કોલ મળ્યો:ફાયર બ્રિગેડને જાણકારી મળી હતી કે આશરે 11 વાગ્યાની આસપાસ એક યુવક કોઈ કારણસર કેબલ બ્રિજ પર આવી તાપી નદીમાં કૂદી ગયો છે. કેબલ બ્રિજ પરથી પસાર થનાર લોકોએ જ્યારે આ ઘટના નજરે જોઈ ત્યારે લોકોનું ટોળું પણ એકત્ર થઈ ગયું હતું . લોકોએ આ અંગે ફાયર વિભાગને જાણકારી પણ આપી હતી કે આપઘાત કરતા પહેલા બ્રીજના સુરક્ષા કર્મીને પોતાનું બેગ અને મોબાઈલ ફોન આપ્યો હતો.
આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે
મોતની છલાંગ:તાપી નદીમાં મોતની છલાંગ લગાવી યુવાને જીવનનો અંત આણ્યો છે. સુરત ફાયર વિભાગ તાપી નદીમાં યુવાનની શોધખોળ કરી રહ્યો છે. લાંબી મથામણ કરવા છતાં યુવાન મળ્યો નથી. યુવક કોણ છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. યુવાન દ્વારા આ પગલું શા માટે ભરવામાં આવ્યું તે હાલ કારણ જાણવા મળ્યું નથી. જોકે બ્રિજ થી થોડાક દૂર એક બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજમાં આ યુવાન આપઘાત કરી રહ્યો છે. એ રેકોર્ડ થઈ ગયું છે.
આ પણ વાંચો Surat AAP: આપ કા ક્યા હોગા? કુલ 26માંથી 10 કોર્પોરેટરે ભાજપમાં જોડાઈ ગયા
બેગમાં શું?બેગમાં કોઈ કાગળના આધારે તેની ઓળખ થાય તેની પણ તપાસ ચાલી રહી છે. સવારે 11:00 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. સમગ્ર મામલે ફાયર વિભાગના અધિકારી પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, સવારે 11:00 કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. કોઈ યુવાન કેબલ બ્રિજ પરથી કૂદી ગયો છે. ફાયર વિભાગના અધિકારીઓ તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એ યુવકની હાજરી ન હતી. તાપી નદીમાં કૂદવા પહેલા યુવાને સિક્યુરિટી ગાર્ડને પોતાની બેગ અને મોબાઈલ આપ્યો હતો. આ યુવાન કોણ છે તે અંગેની પણ તપાસ હાલ ચાલી રહી છે.