ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: સુરતમાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, કારણ અકબંધ

સુરતમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. જોકે, પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Surat Crime: સુરતમાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, કારણ અકબંધ
Surat Crime: સુરતમાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, કારણ અકબંધ

By

Published : Mar 6, 2023, 3:46 PM IST

સુરતઃશહેરમાં ફરી એક વખત વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અહીં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગઈકાલે સાંજે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને 108 એમ્બુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટર વિભૂતિએ કિશોરીને મૃત જાહેર કરી હતી. ત્યારે હવે પાંડેસરા પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, કિશોરીના આત્મહત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃBhavnagar News : ભરચક વિસ્તારમાં યુવાન પટકાયો કે આત્મહત્યા? ત્રીજા માળેથી લોહીના દ્રશ્યો મળ્યા

વિદ્યાર્થિનીના શરીર પર જોવા મળ્યા નિશાનઃ આ અંગે સિવિલ પોલીસ ચોકીના હેડ કોસ્ટેબલ સુનિલભાઈએ જણાવ્યું હતું કે, આ મામલે પરિવારે સૌપ્રથમ વખતે એમએલસીમાં એવું લખાવ્યું હતું કે, મૃતક દિકરી બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ જવાઈ હતી. ડોક્ટરે તપાસ કરતા વિદ્યાર્થિનીના શરીર પર નિશાન જોવા મળ્યા હતા, જેથી તેમણે સિવિલ પોલીસ ચોકીમાં જાણ કરતા હું ટ્રોમા સેન્ટર ઉપર જઈ પરિવારનું નિવેદન પણ સેમ હતું.

આ પણ વાંચોઃAhmedabad Crime: LD એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં મૂળ સુરતના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

આત્મહત્યાનું કારણ અકબંધઃ આ બાબતે મૃતક કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, મારી પુત્રી સાંજે 5 વાગ્યાની આસપાસ બાથરૂમમાં ગઈ હતી. ત્યારબાદ તે બહાર નીકળી ન હતી. અમે અવાજ લગાવ્યો છતાં અંદરથી કોઈ જવાબ ન આવતા અમે બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. તો જોયું તો પુત્રી નીચે બેભાન અવસ્થામાં પડી હતી. આ અંગે મને ઘરેથી ફોન આવ્યો એટલે હું તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ અમે પુત્રીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટરે તેની તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કરી હતી. જોકે, તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી.

ABOUT THE AUTHOR

...view details