- શ્રી રામ નગર માં યુવક ચોર સમજી ને સ્થાનિક લોકો દ્વારા માર મારતા યુવકનું મોત
- મારનાર વ્યક્તિ ચોર હોય એવી કોઈ પુષ્ટિ થઈ નથી
- પોલીસ દ્વારા 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે
સુરત : સુરત શહેરના છેવાડે સચિન વિસ્તારના(Surat Sachin Area) શ્રી રામ નગરમાં ગત મોડી રાત્રે એક યુવકને ચોર સમજીને(Surat Thief) સ્થાનિકો દ્વારા મારા મારતા યુવકનું મૃત્યુ(Surat Crime) થયું ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા સચિન પોલીસ(Surat Sachin Police) ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મારનાર વ્યક્તિનું નામ મગન કોળી, જે મહારાષ્ટ્રના જેતપીરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
યુવક સુરત શહેરમાં રોજીરોટી કમાવવા આવ્યો હતો
મગન કોળી સુરતમાં રોજીરોટી કમાવવા માટે સચિનમાં રહેતા સંબંધીના ઘરે આવ્યો હતો. ગત મોડી રાત્રી દરમિયાન નશાની હાલતમાં રસ્તો ભટકતા કનકપુરના શ્રી રામ નગરમાં પહોંચ્યો હતો. નશેડી હાલતમાં સ્થાનિકોએ મગન કોળીને ચોર સમજી ઇલેક્ટ્રિક થાભલામાં બાંધીને હાથ, લાત, ઢીક્કા મૂકી તેમજ લાકડાના ફટકા વડે ખુબ માર મારવા લાગ્યા હતા. જેમાં મગન કોળીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની પોલિસને જાણ થતાં સચિન પોલીસ(Surat Crime 2021) ઘટના સ્થળે દોડી આવી હતી. સચિન પોલિસે મગનને માર મારનાર 7 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.