- વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
- માંગરોળના છમુછલ પાટિયા પાસેથી ઝડપાયો
- સુરત ગ્રામ્ય LCBની ટીમને બાતમી મળી હતી
સુરતઃ ગ્રામ્ય LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમના પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા બાબતે ચોક્ક્સ દિશામાં કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં LCB શાખાના ASI મુકેશ જયદેવભાઈ તથા હે.કો.અનિલ ભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આજથી ત્રણ મહિના પહેલા નેશનલ હાઇવે 48 ઉપર વલસાડ જિલ્લાના ધરપુર ચોકડી ખાતે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયેલો હતો તે ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર મહેશ ઉર્ફે કિશોર ભાઈ છમુછલનો રહેવાસી આજરોજ છમુછલ ગામના પાટિયા પાસે કીમ તરફ જતા રોડ પર ઉભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે LCBના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમી હકીકત વાળો શખ્સ ઉભો હતો,પોલીસે તેને દબોચી લીધો હતો.
આ પણ વાંચોઃ પંચમહાલમાંથી હત્યાનો ફરાર આરોપી ઝડપાયો