સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્ક બહાર ઉભેલી મેડિયન્ટ કંપનીની કેશવાનના ગનમેનની નજર ચૂકવી અજાણ્યા શખ્સો રૂપિયા વીસ લાખ ભરેલ બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ કેશવાન બહાર ચલણી નોટો પડી ગઈ હોવાનું ગનમેનને જણાવી લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ લુંટ પછી અઠવા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. ધોળા દિવસે અને હજારો લોકોની અવરજવર વચ્ચે બનેલી લૂંટની આ ઘટના નજીકના CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી. CCTV ફુટેજના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
સુરતમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગનાં 7 સાગરીતો ઝડપાયા - સુરતમાં લુંટની ઘટના
સુરત: ચોકબજાર વિસ્તારમાં ખાનગી એજન્સીના ગનમેનની નજર ચૂકવી કેશવાનની ડ્રાઈવર સીટ પર મુકેલા રોકડા રૂપિયા 20 લાખ ભરેલી બેગની લૂંટ થઈ હતી. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે તામિલાનાડુની આંતરરાજ્ય ત્રિચી ગેંગને ઝડપી પાડી છે. હરિયાણા રાજ્યના પલવલ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી આ આંતરરાજ્ય ગેંગના સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 3.70 લાખની રોકડ રકમ સહિત 5 મોબાઈલ સુરત ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.
સુરતમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગનાં 7 સાગરીતો પકડાયા
મહત્વની વાત તો એ છે કે, આરોપીઓ જ્યાં ભીડભાળવાળી જગ્યા હોય અને જ્યાં કેશ ટ્રાજેક્શન મોટા પ્રમાણમાં થતા હોય તે જગ્યાએ ગુનાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે.આ ઘટનામાં પણ આરોપીઓએ રેકી કર્યા બાદ ગુનો આચર્યો હતો. પરંતુ સુરતમાં બનેલી લાખોની લૂંટની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ગેંગના અન્ય બે સભ્યો જે લૂંટની રકમ લઈ ફરાર છે તેને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી છે.