ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: બારડોલી-કડોદરા બેટમાં ફેરવાયા, ચાર કલાક વરસાદથી ચોતરફ સ્થળ ત્યાં જળ - Bardoli

બારડોલી સુરત જિલ્લાના બારડોલી અને કડોદરામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પાંજ ભરાઈ ગયા હતા. કડોદરાના જલારામ નગરમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાય જતા રહીશોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

બારડોલી અને કડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
બારડોલી અને કડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

By

Published : Jul 19, 2023, 10:29 AM IST

બારડોલી અને કડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

સુરત: બારડોલીમાં ચાર કલાકમાં પોણા બે ઇંચ વરસાદ બારડોલીમાં સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. ચાર કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરના માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ સુગર ફેક્ટરી પાસેના રેલવે ગરનાળામાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. બારડોલીમાં 43 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. ઉલ્લેખનીય છે કે, બારડોલીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1012 મીમી વરસાદ નોંધાયો છે.

"આ નીચાણવાળો વિસ્તાર હોવાથી આ સમસ્યા સર્જાય છે. પાલિકાની ટીમ ત્યાં ખડેપગે છે. તમામ માટે ભોજનની વ્યવસ્થા પણ કરી છે. વરસાદ બંધ થતાં જ પાણી ઉતરી જશે. પાલિકા સતત નજર રાખી રહી છે-- અંકુર દેસાઈ (કડોદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન)

50 ઘરોમાં પાણી ભરાયા: બીજી તરફ કડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 50થી વધુ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે ઘરના સામાનને નુકસાન થયું હતું.- હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર કડોદરા-સુરત હાઈવે પર પાણી ભરાઈ જવાથી વાહનોની અવરજવરને અસર થઈ હતી. સાથે જ સંજવિની હોસ્પિટલ પાસે પણ પીવાના પાણીના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જલારામ નગરના 50 થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થયું હતું. ઘરોમાં પાણી ઘુસી જતાં અસરગ્રસ્ત લોકો માટે નગરપાલિકા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બારડોલી અને કડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

ટ્રાફિક જામ:અંડરપાસ બંધ કરવો પડ્યો કડોદરામાં નવા બનેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં અંડરપાસ બંધ કરવો પડ્યો હતો. ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઠાકોરજી કોમ્પ્લેક્સ અને લાકડાવાલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ચલથાણથી કડોદરા જતા સર્વિસ રોડ પરના ખાડાના કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટેમ્પો પલટી જતાં ટ્રાફિક જામ થયો હતો.

  1. Gujarat Weather: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતા વરસાદ વધશે, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
  2. Gir Somnath Rain : સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ, કેશોદમાં બાળકોને સુરક્ષિત કાંઠે લાવવા લોકોએ માનવ સાંકળ રચી

ABOUT THE AUTHOR

...view details