સુરત :કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેતા રાહુલ ગાંધીને નામદાર કોર્ટ દ્વારા દોષિત કરાર કરી તેમને બે વર્ષની સજા ફટકારી છે. જોકે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીની સજા બાબતે કહ્યું હતું કે, દેશમાં ભ્રષ્ટાચાર, કરપ્શન, કોભાડ થઇ રહ્યા છે. તો એ વાત ખોટી નથી. પરતું ભાજપના કાર્યકર્તાઓએ સજાને લઈને એવું કહ્યું કે, પ્રકારે સજા આપવામાં આવશે તેવો ખ્યાલ હતો નહીં.
કોંગ્રેસના કાર્યકર્તાઓનું શું કહેવું છે :આ બાબતે સુરત કોંગ્રેસના કાર્યકર્તા એવા બાબુ સોલંકીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને સેશન કોર્ટમાં 10:50 મિનિટે હાજર થઈ ગયા હતા. કોઈ દલીલ થાય તેવી શક્યતાઓ તો હતી નઈ એટલે જજમેન્ટ હતું. જેથી જજ દ્વારા તેમને બે વર્ષની સજા સાંભળવામાં આવી છે. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમને આ સજા બાબતે કઈ કહેવું છે કે, ત્યારે તેમણે જણાવ્યું કે, આ દેશમાં ભ્રષ્ટાચાર, કરપ્શન, કોભાડ થઇ રહ્યા છે. તો એ વાત ખોટી નથી. એમાં માફી માંગવાનો સવાલ આવતો જ નથી.
ચુકાદોથી અમને અસંતોષ : જેથી ફરિયાદી વકીલે જણાવ્યું કે, 2018માં તેમણે માફી માંગી હતી. સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં માફી માંગી હતી. જેથી તેમને માફી નઈ મળી શકે તો અમારા વકીલે કહ્યું કે, અમે માફી માંગવા લેવા જેઉ કઈ છે જ નહીં. તેઓ જવાબદાર સાંસદ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે, ત્યારે કોર્ટ દ્વારા 30 દિવસ સુધી સજા મોકૂફ રાખવામાં આવી છે.