સુરત :શહેરના ઉતરાણ ખાતે આવેલા 85 મીટરનો કુલિંગ ટાવર માત્ર 5 સેકન્ડમાં ધરાશાયી કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે 11 વાગ્યે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડીમોલેશન હાથ ધરવામાં આવી હતી. ગણતરીના સેકન્ડમાં આ 30 વર્ષ જૂનો ટાવર ધરાશાયી કર્યો છે. 200 કિલોથી પણ વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો : સુરતના ઉતરાણ વિસ્તારમાં આ પાવરફુલિંગ સ્ટેશનનો પ્લાન્ટ 1993માં કાર્યરત થયો હતો. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક સીટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલેશન હાથ ધરવામાં આવી હતી. ડિમોલેશનની કાર્યવાહી માટે 200 કિલોથી પણ વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કુલિંગ પ્લાન્ટમાં 135 મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવા પહેલા આ પ્લાન્ટમાંથી જે બોઇલર છે દૂર કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોને સુચના : ડિમોલેશનની કાર્યવાહી કરવા માટે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ પહેલા તેના પર મેટલની જાળી લગાડવામાં આવી છે. કાપડથી એને ઢાંકવામાં આવશે અને દૂર પતરા લગાવીને બેરીકેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં એક્સપ્લોઝિવને ડ્રીલ કરીને આ કુલિંગ ટાવરના પાયાના ભાગમાં ભરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પહેલા સ્થાનિક લોકોને નોટિસ પાઠવીને જાણકારી પણ આપવામાં આવી હતી. સાથે તેમને સૂચના પણ આપવામાં આવી હતી કે બ્લાસ્ટના સમયે તેઓ પોતાના ઘરેથી બહાર ન નીકળે.
પહેલીવાર બ્લાસ્ટની કામગીરી :પાવર પ્લાન્ટ ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરનાર અધિકારી આર.આર.પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યવાહી માટે વર્ષ 2017માં ઉચ્ચ સ્તરે ડિમોલેશનની પરવાનગી લેવામાં આવી હતી. આ ટાવર 85 મીટર ઊંચો અને 70 મીટર પહોળાઈ ધરાવે છે. સપ્ટેમ્બર 2021માં આ પ્લાન્ટના ડિમોલિશનની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કોઈ ક્ષતિ ન થાય આ માટેની તમામ તકેદારી અધિકારીઓ દ્વારા લેવામાં આવી છે. એટલું જ નહીં જ્યારે આ કાર્યવાહી થશે, ત્યારે અધિકારી અને કર્મચારીઓને પણ પ્લાન્ટમાં ન રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. સુરતમાં પહેલીવાર ટાવર બ્લાસ્ટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ માની રહ્યા છે કે આ બ્લાસ્ટની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ થશે.