ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Police: સરકારી પોલીસ અવાસમાં પોલીસ પરિવારના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની શરૂઆત કરતી સુરત પોલીસ - Govt Police Awas

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરના પ્રથમ માળે સલાબતપુરા પોલીસ દ્વારા આંગણવાડીની શરૂઆત કરવામાં આવી છે. આ આંગણવાડીમાં આવનાર નાના ભૂલકાઓ ડિજિટલ માધ્યમથી ભણશે.

સરકારી પોલીસ અવાસમાં પોલીસ પરિવારના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની શરૂઆત કરતી સુરત પોલીસ
સરકારી પોલીસ અવાસમાં પોલીસ પરિવારના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની શરૂઆત કરતી સુરત પોલીસ

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 9:58 AM IST

સરકારી પોલીસ અવાસમાં પોલીસ પરિવારના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની શરૂઆત કરતી સુરત પોલીસ

સુરત: પોલીસ પરિવારના નાના ભૂલકાઓ ઘર નજીક જ સારું ભણતર મેળવી શકે તેની પહેલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આમ તો સુરત પોલીસ જે સરકારી ક્વાર્ટરમાં રહે છે. તેની જ એક બિલ્ડીંગમાં તેમના જ પરિવારના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની શરૂઆત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આવી પહેલ પ્રથમ વાર કરવામાં આવી છે. આજ દિન સુધી કોઈ પણ સરકારી આવાસમાં આવી રીતે આંગણવાડીની શરૂઆત કરવામાં આવી નથી. પરંતુ સુરત શહેરના સલાબતપુરા વિસ્તાર ખાતે આવેલા પોલીસમાં ક્વાર્ટરના પ્રથમ માળે નાના નાના ભૂલકાઓ ઘરની નજીક અત્યાધુનિક માધ્યમથી ભણી શકશે.

આંગણવાડીની શરૂઆત કરતી સુરત પોલીસ


સુરત શહેરના સલામતપુરા વિસ્તારમાં પોલીસ આવાસમાં આંગણવાડીની શરૂઆત કરવામાં આવી છે. તમામ બાબતો અંગે ધ્યાન આપવામાં આવી છે. ખાસ કરીને જે સરકારે નર્સરી માટે સિલેબસ રાખ્યા છે. તે અંતર્ગત જ આંગણવાડીમાં બાળકોને ભણાવવામાં આવશે. કેરટેકરથી માંડી દરેક સુવિધા અહીં ઉપલબ્ધ રહેશે સૌથી અગત્યની વાત છે કે આંગણવાડી પોલીસ પરિવારના બાળકો માટે છે અને અહીં બાળકો પુસ્તકથી લઈને ડિજિટલ માધ્યમથી ભણશે."--પ્રતિભા ગઢવી ( સંચાલિકા આંગણવાડી)

આંગણવાડીની શરૂઆત કરતી સુરત પોલીસ

આંગણવાડીની શરૂઆત:આંગણવાડીની શરૂઆત સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે કરવામાં આવી હતી. અંગે સુરત શહેરના ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે, સરકારી આવાસ ની અંદર બે ફ્લેટને જોડીને આ આંગણવાડી તૈયાર કરવામાં આવી છે. અગાઉ આ માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યું હતું. અહીં રહેનાર પોલીસ પરિવારના લોકોએ માંગણી કરી હતી કે તેમના નાના બાળકો ભણી શકે આ માટે આંગણવાડી અહીં બનાવવામાં આવે આ માંગણીને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગની અંદર હજી ફ્લેટમાં આંગળવાડી શરૂઆત કરવામાં આવી છે. આંગણવાડીના તમામ દિવાલ પર બાળકોને ભણવામાં ઉપયોગી રહે તે તમામ જાણકારી લખવામાં આવી છે અને અંદર એસી છે. સાથો સાથ સાત ડિજિટલ માધ્યમથી બની શકે આ માટે એલઈડી સ્ક્રીન પણ ઉપલબ્ધ છે.

  1. Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મથી મૂકબધિર બાળકોની 'કોક્લિયર ઈમ્પ્લાન્ટ'ની સફળ સર્જરી, 4 પરિવારની વિપદા ટળી
  2. Surat News: નારી સંરક્ષણ ગૃહમાં 20 હજારથી વધુ લગ્નવાંચ્છુકો અરજીઓનો ભરાવો, કચેરીએ કન્યા ન હોવાના પોસ્ટર ચોંટાડવા પડ્યા

ABOUT THE AUTHOR

...view details