બ્રાન્ડેડ એવરેસ્ટ મસાલા કંપનીના ડિસ્ટ્રીબ્યુટર અને માર્કેટિંગ કરતાં ધર્મેશ પાનવાલાની ધરપકડ કરાઈ છે. કારણ કે, તે કંપની અને ગ્રાહકો સાથે છેતરપીંડી કરી લોકોને નકલી બ્રાન્ડના મસાલાનું વેચાણ કરતો હતો. આ ઘટનાની જાણ ચૌટા બજારના રહીશ પુખરાજ નામના વ્યક્તિને થતાં તેને પોલીસને આ અંગેને માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે માહિતીને આધારે આરોપીના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી એવરેસ્ટ બ્રાન્ડના ડુપ્લીકેટ ચિકન અને મટન મસાલાના મોટા પ્રમાણમાં પેકેટ મળી આવ્યા હતા.
સુરત પોલીસે ડુપ્લીકેટ મસાલાના રેકેટનો પર્દાફાશ કર્યો - latest news of surat
સુરત: બ્રાન્ડેડ એવરેસ્ટ કંપનીના બદલે ડુપ્લીકેટ બ્રાન્ડના મસાલાનું વેચાણ કરતાં આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડયો હતો. તેમજ આરોપી પાસેથી રૂપિયા સાત લાખથી વધુના એવરેસ્ટ કંપનીના બ્રાન્ડેડ ડુપ્લીકેટ મસાલાના પેકેટ કબજે કર્યા હતાં. ત્યારબાદ આરોપી વિરૂદ્ધ કોપીરાઈટ હેઠળનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુરત
ત્યારબાદ પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પુખરાજ ઉર્ફે પ્રકાશભાઈ કાલુજી કલાલ ની ધરપકડ કરી રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ગુનાની વધુ માહિતી મેળવવા માટે કડક તપાસ હાથ ધરી હતી.