3.51 કરોડના હીરા લઈ ફરાર આરોપીને ઝડપી લેવા સુરત પોલીસે નેપાળ સરહદ પર ધામા નાખ્યા છે, જ્યારે પોલીસની અન્ય એક ટીમ દિલ્હી જવા રવાના થઈ છે. આરોપી રાજુ ઘેઘાભાઈ લુહાર અને પ્રકાશ નવરાજ કુંવર બંને કર્મચારીઓએ કતાર ગામની HVK ઈન્ટરનેશનલમાંથી 3.51 કરોડથી વધુના હીરા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
3.51 કરોડનું હીરા ચોરી પ્રકરણ : બંન્ને કારીગરોને શોધવા સુરત પોલીસે ટીમ બનાવી
સુરત: કતાર ગામમાં 3.51 કરોડના હીરા ચોરી પ્રકરણમાં 2 કારોગરોને શોધવા સુરત પોલીસે ટીમો બનાવી છે. દિલ્હી અને નેપાળ જવા માટે આ ટીમોને રવાના કરવામા આવી છે. કંપનીના સીસીટીવીમાં આ કારીગરો ચોરી કરતા કેદ થયા છે.
3.51 કરોડના હીરા ચોરી પ્રકરણઃ બંન્ને કારોગરોને શોધવા સુરત પોલીસે ટીમ બનાવી
આ બંને આરોપીઓ વતન ભાગી ગયા હોવાની શંકાને પગલે સુરત પોલીસે નેપાળ અને દિલ્હી ખાતે તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓની દિલ્હી એરપોર્ટ પરથી મળેલી માહિતીના આધારે પોલીસની અન્ય એક ટીમ દિલ્હી જવા પણ રવાના થઈ છે.
Last Updated : Jan 19, 2020, 12:03 PM IST