ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાફિક કંટ્રોલ કરવાની સાથે ક્રાઇમ પર લગામ કસવા માટે, સુરત પોલીસને મળી 5 આધુનિક બાઈક - latestgujaratinews

સુરત: ટ્રાફિક કંટ્રોલ કરવાની સાથે ક્રાઇમ પર લગામ કસવા માટે હવે સુરત પોલીસ પાસે અત્યાધુનિક એક બાઈક આવી ગઈ છે. કંપની દ્વારા 250cc મોડેલની 5 બાઈક સુરત ટ્રાફિક પોલીસને આપવામાં આવી છે. આ બાઈકને સુરત પોલીસ કમિશ્નરના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ હવે આ બાઈક પરથી નિયમોનો ભંગ કરનારાઓનો પીછો પણ કરશે.

સુરત
etv bharat

By

Published : Jan 9, 2020, 3:04 PM IST

સુરતમાં કેટલાક લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરી નાસી છુટતા હોય છે અને કેટલા મોબાઇલ તથા કેટલા બાઈક પર ચેઈન સ્નેચિંગ કરી નાસી જતા હોઈ છે. પોલીસ આવા લોકોને પકડવામાં અસક્ષમ રહેતી હતી. પરંતુ, હવે આવા લોકોની ખેર નથી. એક બાઈક કંપની દ્વારા 250cc મોડેલની 5 બાઈક સુરત પોલીસને આપવામાં આવી છે.

સુરત પોલીસને મળી 5 આધુનિક બાઈક

આજે આ બાઈકને સુરત પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટએ લીલીઝંડી આપી હતી. આ બાઈકમાં ખાસ પ્રકારની એસેસરીઝ જેવી કે માઈક ટાવર, લાઈટ, સાઈરન વગેરે હશે. આ બાઈકથી પોલીસ હવે રોડ પર ટ્રાફિકના નિયમનો ભંગ કરી ભાગી જનારાઓનો પીછો કરી પકડી શકશે. સાથે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રોડ પર બાઇક સ્ટંટ ના બનાવને નાથવા માટે પણ આ બાઈકનો ઉપયોગ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details