બોગસ આધારકાર્ડ બનાવીને કાપડની દુકાન ચાલવતા ઈસમની ધરપકડ સુરત: પૂર્ણા પોલીસ સ્ટેશનમાં હિંદુ નામનો નકલી આધારકાર્ડ બનાવી વેપાર કરતા વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અર્જુનસિંઘે નામનું નકલી આધારકાર્ડ બનાવડાવ્યું હતું. પોતે કોમ્પ્યુટરમાં ફોટોશોપ પ્રોગ્રામમાં અર્જુનસિંઘના નામે નકલી આધારકાર્ડ બનાવ્યો હતો. ઓજેર આલમે નામ-ધર્મ બદલી અન્ય કોઇ કૃત્યો કર્યા છે કે કેમ તે દિશામાં પુણા પોલીસ તપાસ ચલાવી રહી છે.
પોલીસ તપાસ શરૂ: આરોપી બોમ્બે માર્કેટ પાસે આવેલી અવધ માર્કેટમાં રૂહિ ફેશનના નામે કાપડની દુકાન ચાલવતો હતો. જોકે આ મામલો વિશ્વ હિંદુ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા હતા. ઓજેર આલમે નામ-ધર્મ બદલી અન્ય કોઇ કૃત્યો કર્યા છે કે કેમ તે દિશામાં પુણા પોલીસ તપાસ ચલાવી રહી છે.
'સુરત શહેરના પૂર્ણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ પાસે આવેલી અવધ માર્કેટમાં રૂહિ ફેશનના નામે કાપડની દુકાનના માલિકે પોતે બે આધારકાર્ડ બનાવી ફ્રોડ કરવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે આ તપાસમાં પોલીસે બનાવતી આધારકાર્ડ બનાવનાર જેઓનું અસલ નામ ઓજેર આલમે હોય અને તેઓ બીજી અર્જુનસિંહ નામનો આધારકાર્ડ બનાવાડ્યો હતો. આ બે આધારકાર્ડ એક જ વ્યક્તિ પાસે હોય તેની ઓફિસમાં કામ કરતા અન્ય સહાયક કર્મચારીઓને પોતે અર્જુનસિંહ હોય તેવું જણાવ્યું હતું. આ મામલે બે આધારકાર્ડ અને બે નામ ધારણ કરવાને લઈને ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.' -પી.એન.પટેલ, એસીપી, સુરત પોલીસ
આરોપી બિહારનો રહેવાસી:વધુમાં તેમને જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદી પોતે સમાજ સેવક હોય તેઓને આ મામલે હકીકત મળતા તેઓ તેમની દુકાને પહોંચી જઈએ તેઓ ફરિયાદીને તમામ હકીકત જણાવી હતી. જેતે સમય દરમિયાન અર્જુનસિંહ જેઓ ઓજેર આલમ છે તેઓએ પોતાના ઓફિસમાં કામ કરતી સહ કર્મચારીને લઈને સાપુતારા ફરવા ગયા હતા. આરોપી સુરતમાં છેલ્લા નવ વર્ષથી કાપડની દુકાન ચલવે છે. અવધ માર્કેટમાં છેલ્લા બે વર્ષથી દુકાન ચાલુ કરી છે અને મૂળ બીહારનો રહેવાસી છે.
- Surat Crime: પોલીસે વેશ પલટો કરીને ચોર દંપત્તિની ધરપકડ કરી, બિહારમાં કર્યું ઑપરેશન
- Ahmedabad Crime : ભારતીય પાસપોર્ટ હોવા છતાં પોર્ટુગલ પાસપોર્ટથી અમદાવાદમાં યુવક આવ્યો, નોંધાયો ગુનો