સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા 6 લોકો ગુંગળાયા સુરત :શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. જેમાં 6 લોકો ગેસના કારણે ગુંગળાયા છે. તમામની હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હાલ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બાકીના પાંચ વ્યક્તિની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગેસ લીકેજની ઘટના : મળતી માહિતી મુજબ એક ભંગારવાળો આ ગેસ લીકેજનો શિકાર બન્યો છે. ઘટનાસ્થળ ઉપર તેની ઉપર પણ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તે પણ ઘવાયો છે. આ મામલે પાંડેસરા પોલીસે ગેસ લીકેજમાં ભોગ બનેલા લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. ત્યારે ઘટનાસ્થળ ઉપર ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી.
બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક મારા મિત્રો ભાગવા લાગ્યા હતા. હું પણ મારા ભત્રીજાને લઈને ઉપર ટેરેસ ઉપર જતો રહ્યો. ઉપર સુધી મને ગેસની અસર લાગતા હું નીચે ઉતરીને રોડ ઉપર ભાગવા ગયો. તો હું પોતે જ બેભાન થવા લાગ્યો હતો. -- શિવોજન નિશાદ (દર્દી)
શું બન્યું હતું ? આ બાબતે ગેસના અસરના કારણે ગુંગળાયા દર્દી શિવોજન નિશાદે જણાવ્યું કે, આજે બપોરે 2 વાગ્યાની આસપાસ અમે નોકરીથી ઘરે આવ્યા હતા. ત્યારબાદ બધા જમી રહ્યા હતા. ત્યારે જ અચાનક મારા મિત્રો ભાગવા લાગ્યા હતા. જ્યાં સુધી ખબર પડે કે શું થયું છે, ત્યાં સુધી હું પણ મારા ભત્રીજાને લઈને ઉપર ટેરેસ ઉપર જતો રહ્યો. ઉપર સુધી મને ગેસની અસર લાગતા હું નીચે ઉતરીને રોડ ઉપર ભાગવા ગયો. તો હું પોતે જ બેભાન થવા લાગ્યો હતો. મને લાગ્યું હું એકલો નથી અન્ય લોકો પણ મારી જેમ જ છે.
એકની હાલત ગંભીર : શિવોજને વધુમાં જણાવ્યું કે, આ ગેસ લીક થવાનું કારણ એ છે કે, ભંગારવાળો ક્યાંકથી બાટલો લઈને આવ્યો હતો. તે ખોલી દેતાં ગેસ વાતાવરણમાં ફેલાવા લાગ્યો હતો. હવે એ ખ્યાલ નથી કે, કયો ગેસ છે. મારી સાથે મારો છોકરો યસ, મારી પત્ની ગાયત્રીબેન, મારા બંને ભાઈમાં નાનો ભાઈ પણ હતા. મારી હાલત ખુબ જ ગંભીર બની ગઈ છે. હાલ અમારી સૌની અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- Surat Gas Leakage: સુરતમાં ગેસ લીકેજ થતા 14 વર્ષની કિશોરીનું મોત, ચાર ગંભીર
- Surat Gas Leakage 2022l: સચીન GIDC ગેસ લીકેજની ઘટનામાં 360 ડિગ્રીથી કામ કરી રહ્યા છીએ: હર્ષ સંઘવી