ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : સુરતમાં 9 માળેથી શ્રમિક યુવકનું નીચે પટકાતા મોત, કયા વિસ્તારમાં કઇ રીતે બની ઘટના જૂઓ - પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી

સુરત શહેરના પાલ વિસ્તારમાં યુનિવર્સલ બિલ્ડીંગના 9માં માળેથી પટકાતા એક યુવકનું મોત થયું હતું. શ્રમિક યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. હાલ આ મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. યુવક ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રત થયો હતો.

Surat News :  સુરતમાં 9 માળેથી શ્રમિક યુવકનું નીચે પટકાતા મોત, કયા વિસ્તારમાં કઇ રીતે બની ઘટના જૂઓ
Surat News : સુરતમાં 9 માળેથી શ્રમિક યુવકનું નીચે પટકાતા મોત, કયા વિસ્તારમાં કઇ રીતે બની ઘટના જૂઓ

By

Published : Mar 1, 2023, 9:41 PM IST

નીચે પટકાયેલા યુવકને 108માં નજીકની હોસ્પિટલ લઇ જવાયો જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થઇ ગયું હતું

સુરત : સુરતમાં 9 માળેથી યુવક પટકાતા મોત થયાની ઘટના સામે આવી છે. શહેરના પાલ વિસ્તારમાં આવેલ નવનિર્મિત બિલ્ડીંગના 9માં ફ્લોર ઉપરથી 30 વર્ષીય મુસફીક આલમ જેઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક કોઈક રીતે તેઓ ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. હાલ આ મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત : આ બાબતે મૃતક મુસફીક આલમના મોટા ભાઈ અબ્દુલ આલમએ જણાવ્યું કે અમે સાથે જ રહીએ છીએઅને અમે ફર્નિચરનું કામકાજ કરીએ છીએ. ગઈકાલે સાંજે અમે ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે જ હું નીચેના ફ્લોર ઉપર હતો. ત્યારે જોરથી અવાજ આવ્યો અને ઉપર ગયો તો મારો ભાઈ મને જોવા મળ્યો ન હતો. ત્યારબાદ મેં નીચે બુમાબૂમનો અવાજ સાંભળી હું નીચે આવી ગયો હતો. નીચે મારો ભાઈ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેનો શ્વાસ પણ ચાલતો હતો. તેથી અમે લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સ આવતા જ ભાઈને નજીકની બાપ્સ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે ઇજાગ્રસ્ત મુસફીક આલમનું તબીબોએ આપેલી સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.યુવકના મોત અંગે હોસ્પિટલ સત્તાવાળા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો સુરતમાં એપાર્ટમેન્ટના 13માં માળેથી કુદીને યુવકે મોતને કર્યું વ્હાલું

યુવકની પત્નીની 5 દિવસ બાદ પહેલી ડિલિવરી છે : મૃતક યુવકના ભાઇએ વધુમાં જણાવ્યું કે, ત્યાંથી અમે લોકો ભાઈની બોડીને લઈને નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. તે કઈ રીતે પડ્યો અમને પણ ખ્યાલ નથી. મારો ભાઈ 15 દિવસ પહેલા જ ગામથી આવ્યો હતો. અમે મૂળ બિહારમાં આવેલ જિલ્લો પૂરણીય ચોચામૌજા ગામના છીએ. મારાં ભાઈના એક વર્ષ પહેલા જ લગ્ર થયાં હતા અને હાલ 5 દિવસ બાદ તેની પત્નીને પહેલી ડિલિવરી આવવાની છે. અચાનક જ આવી ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

આ પણ વાંચો Surat Child died: ધાબા ઉપર પતંગ ચગાવવા જતાં બાળક પાંચમાં માળેથી પટકાતાં મૃત્યુ

અકસ્માતનો ગુનો નોંધાયો : આ મામલે પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે પાલ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓએ જણાવ્યું કે આ ઘટના ગઈકાલે સાંજે 6:30 ની આસપાસ બાપ્સ હોસ્પિટલમાંથી જ માહિતી આપવામાં આવી હતી. જેથી અમારી પીસીઆર વાન ત્યાં પહોંચી હતી અને ઘટના સ્થળ ઉપર પણ હેડ કોસ્ટેબલ મનોજભાઈ પહોંચ્યાં હતા. ત્યાંથી તેઓએ વર્ધી લખાવી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details