ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષાઓ મોકૂફ, વરસાદના પગલે નિર્ણય - વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોની પરીક્ષા આજથી બે દિવસ સુધી મોકૂફ રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષાઓ મોકૂફ, વરસાદના પગલે નિર્ણય
Surat News : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષાઓ મોકૂફ, વરસાદના પગલે નિર્ણય

By

Published : Jul 20, 2023, 3:04 PM IST

Updated : Jul 20, 2023, 6:55 PM IST

આગામી તારીખ પછી જાહેર થશે

સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોની પરીક્ષા આજથી બે દિવસ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

વરસાદની સ્થિતિને લઇ નિર્ણય :ખાસ કરીને આવા સમયમાં ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેજ રીતની પરિસ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેમાં વલસાડ, વાપી, નવસારી, બારડોલી, વ્યારામાં, ડાંગમાં ખુંબ જ વરસાદ પડી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની અગવડને ધ્યાને લઇને બે દિવસ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં 7 જિલ્લાઓ આવ્યાં છે.તે પૈકી વલસાડ અને ડાંગમાં જિલ્લાની કોલેજ તરફથી માહિતી મળતા કે ખૂબ જ વરસાદ છે. સાત જિલ્લાઓમાં આવેલ યુનિવર્સિટીની 300 કરતાં વધારે કોલેજોમાં 115 કરતા પરીક્ષા કેન્દ્રો ઉપર હાલમાં આર્ટસ અને એક્સટર્નલ વિદ્યાશાખાની પરીક્ષાઓ ચાલુ છે. તેને ધ્યાનમાં લઇને આજની અને આવતીકાલની એટલે કે 20 અને 21ની યુનિવર્સિટીને સંલગ્ન કોલેજોમાં ધોધમાર વરસાદ હોવાના કારણે પરીક્ષાઓમાં મોફૂંક રાખવામાં આવી છે. આ પરીક્ષા માટે આગળના દિવસોમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે...કિશોરસિંહ ચાવડા( કુલપતિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી)

બાદમાં જાહેર થશે નવી તારીખ : સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 115 જેટલી કોલેજો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. તે કોલેજોમાં હાલ વિવિધ કક્ષાની પરીક્ષા ચાલી રહી છે. તે પરીક્ષાઓને બે દિવસ સુધી મોકૂફ રાખી છે. આ પરીક્ષાની તારીખો આગળના દિવસોમાં જાહેર કરવામાં આવશે.

પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય

હજુ વધુ વરસાદની શક્યતાઓ : ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આવતા 5 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે ખાસ કરીને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે કેટલાક વિસ્તારમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્તિ કરવામાં આવી છે. તેથી આજે 20 જુલાઇ અને આવતીકાલે 21 જુલાઈના રોજની પરીક્ષા રદ કરાઇ છે.

  1. Orange Alert in Surat: એમપી-મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી હથનુર ડેમ ભયજનક સપાટીએ
  2. Surat News: વરસાદને કારણે સુરતમાં રોગચાળોમાં થયો વધારો, 5 દિવસમાં 5 લોકોના મોત
  3. Surat News: બારડોલી-કડોદરા બેટમાં ફેરવાયા, ચાર કલાક વરસાદથી ચોતરફ સ્થળ ત્યાં જળ
Last Updated : Jul 20, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details