સુરત : આજરોજ સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ પોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સ્ટ્રીટ લાઇટનો વીજપોલ જીવંત વીજપોલને અડી જતાં કામ કરી રહેલા સાત મજૂરોને કરંટ લાગ્યો હતો. તેઓને શરીરે નાની મોટી ઈજાઓ થતા તાત્કાલિક માંડવી નગરની રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે ડોક્ટરો સાથે વાત કરનાર સાંસદ પ્રભુ વસાવાના જણાવ્યાં પ્રમાણે તમામ કામદાર જાનના જોખમથી બહાર છે અને સઘન સારવાર કરવામાં આવી રહી છે.
Surat News : માંડવીમાં વીજ પોલ ઊભા કરતાં 7 કામદારોને કરંટ લાગ્યો, સાંસદે બેદરકારી સામે આંગળી ચીંધી
સુરતના માંડવીમાં આજ રોજ સ્ટ્રીટ લાઇટનો વીજ પોલ લગાવવાની કામગીરીમાં જીવંત વીજ તારને અડી જતાં કામદારોને ઇજાઓ પહોંચી હતી. સ્થળ પર કામ કરી રહેલા સાત કામદારોને કરંટ લાગ્યો હતો. જેને લઇને કામદારોને ઈજાઓ થતા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
Published : Jan 5, 2024, 4:26 PM IST
સાંસદ પ્રભુ વસાવાએ દોડી આવ્યાં : સાત કામદારોને વી કરંટની ઘટનાની જાણ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાને થતા સાંસદ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં.તેમણે ઇજાગ્રસ્ત કામદારોના ખબર અંતર પૂછ્યા હતાં. બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે સાત કામદારોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે. આ કરન્ટ લાગવાના બનાવમાં આ પોલ ઊભા કરવાની કામગીરી કરતી પી બોક્ષ પ્રાઇવેટ લિમિટેડની બેદરકારી જણાઈ રહી છે. કંપની દ્વારા અઠવાડિયા સુધી ખાડાઓ ખોદીને મૂકી દીધા હતાં. હાલ પાંચ કામદારો માંડવી રેફલર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે બે કામદારોને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કામગીરીની જાણ વીજ કંપનીને કરાઇ ન હતી : માંડવી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઘટના બની સમગ્ર ઘટના માંડવી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. માંડવી નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પર આ કામ સોંપ્યું છે. જેમને કોન્ટ્રાક્ટ અપાયો છે તે સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરનાર પી બોક્ષ પ્રાઇવેટ લિમિટેડ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી જાણ વીજ કંપનીને કરવામાં આવી ન હતી. જેને લઇને વીજ પોલ લગાવવાની કામગીરી દરમિયાન જીવંત વીજ વાયરને અડી જતાં સાત કામદારોના જીવ જોખમમાં મૂકાયાં હતાં. આમ બેદરકારી દાખવીને કામદારો પાસે કામ કરાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.