ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 6:59 PM IST

ETV Bharat / state

Divya Kala mela : સુરતમાં પશ્મીના શાલ વેચતો આત્મનિર્ભર કાશ્મીરી દિવ્યાંગ યુવક બન્યો પ્રેરક દ્રષ્ટાંત

સુરતમાં યોજાયેલા દિવ્ય કલા મેળામાં કાશ્મીરના ફારુક અહેમદ સૌ માટે પ્રેરણારુપ બન્યાં છે. તેઓને જન્મજાત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી છે અને અકસ્માતનો ભોગ પણ બનેલા છે. ત્યારે તેઓ પશ્મીના શાલ બનાવવાનું શીખ્યાં જેનાથી આત્મનિર્ભર બની શક્યાં છે.

Divya Kala mela : સુરતમાં પશ્મીના શાલ વેચતો આત્મનિર્ભર કાશ્મીરી દિવ્યાંગ યુવક બન્યો પ્રેરક દ્રષ્ટાંત
Divya Kala mela : સુરતમાં પશ્મીના શાલ વેચતો આત્મનિર્ભર કાશ્મીરી દિવ્યાંગ યુવક બન્યો પ્રેરક દ્રષ્ટાંત

પ્રેરક દ્રષ્ટાંત

સુરત : શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 વધુ દિવ્યાંગ ઇન્ટરપ્રિનર્સ પોતાના હુન્નરને લઈ હાજર છે. ત્યારે તેમાંથી એક જમ્મુ કશ્મીરના દિવ્યાંગ ઇન્ટરપ્રિનર ફારુક અહેમદ લોકો માટે પ્રેરણાના સ્ત્રોત છે. જન્મથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી અને ત્યારબાદ ધોરણ સાતમાં ભણતી વખતે ટ્રક સાથે થયેલ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર પછી તેઓએ ભણવાનું છોડી દીધું હતું અને આજે પરંપરાગત પશ્મીના શાલ લાવીને આત્મનિર્ભર બની ગયા છે.

પશ્મીના શાલ બનાવતાં શીખી લીધું : 30 વર્ષીય ફારૂક અહેમદ મૂળ કાશ્મીરના રહેવાસી છે. સુરત દિવ્ય કળા મેળામાં તેમની કલાને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે વ્હીલચેર પર બેસેલા યુવાન સુંદર પશ્મીના શોલ પોતાની હાથથી બનાવે છે. ફારૂક જન્મથી જ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ડિસઓર્ડરથી ગ્રસ્ત હતાં. આવી વ્યક્તિના મસલ્સ નબળાં હોય છે. આવી પરિસ્થિતિમાં પણ ફારૂક સામાન્ય બાળકોની જેમ શાળામાં ભણવા જતો હતો. જ્યારે તે ધોરણ સાતમાં હતો ત્યારે શાળાથી આવતી વખતે ટ્રક સાથે અકસ્માત નડતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને ત્યારથી ભણવાનું છોડી દીધું હતું. વ્હીલચેર પર બેસીને તેને પોતાના પિતા પાસેથી પરંપરાગત પશ્મીના શાલ બનાવતાં શીખી લીધું.

બેન્ક લોનથી મદદ મળી : ફારુકના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી.જેથી બેન્ક લોન લઈ પોતાનો વેપાર શરૂ કર્યું અને આજે દેશભરમાં જ્યાં પણ એક્ઝિબિશન હોય છે ત્યાં જઈને પોતાનું હુન્નર તે બતાવે છે અને લોકો તેમની શાલને પસંદ પણ કરી રહ્યા છે.

હું દિવ્યાંગ છું અને કાશ્મીરનો રહેવાસી છું. હું કશ્મીરની પ્રખ્યાત પશ્મીના શાલ હાથથી તૈયાર કરું છું. મને નાનપણથી જ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી હતી. આ વચ્ચે જ્યારે હું ધોરણ સાતમાં ભણતો હતો ત્યારે શાળાથી આવતી વખતે ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો. જેથી મેંભણવાનું છોડી દીધું હતું. પિતા શાલ બનાવતા હતાં અને તે શીખીને મેં પણ પોતાના હાથથી શાલ બનાવવાની શરૂઆત કરી. શાલ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું અને દેશમાં આયોજિત એક્ઝિબિશનમાં પોતાના હાથથી તૈયાર કરેલી શાલનું વેચાણ પણ કરું છું...ફારુક અહેમદ ( આત્મનિર્ભર દિવ્યાંગ )

મહિનામાં એકથી બે શાલ બનાવે છે : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆત કરી ત્યારે આર્થિક સમસ્યા હતી. બેંકમાં 50000 રૂપિયાની લોન લીધી હતી. સબસીડી પણ મળી હતી અને અમે લોન પણ પૂરી કરી દીધી છે. હાલ અમે પોતાની રીતે કામ કરી રહ્યા છે અને દેશભરમાં જ્યાં પણ એક્ઝિબિશન લાગે છે ત્યાં જઈએ છીએ. લોકો અમારી આ કલાને પસંદ પણ કરે છે. મહિનામાં હું એકથી બે શાલ બનાવી લઉં છું કારણકે આ ખૂબ જ બારીક કામ હોય છે. મહિનામાં બે નાની શાલ તૈયાર થઈ જાય છે જો મોટી શાલ બનાવવાની હોય તો છ મહિનાથી લઈ એક વર્ષ લાગે છે. દેશભરના લોકો અમારા કામને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

  1. અસ્થમા બીમારીને કારણે યુવકને કંપનીએ નોકરી ન આપી, હવે સુરતમાં ફાસ્ટફૂડ સ્ટોલ શરૂ કરી આત્મનિર્ભર બન્યો
  2. Surat News : સુરત શેલ્ટર હોમમાં રહેતાં પ્રજ્ઞાચક્ષુઓનો આત્મનિર્ભર મંત્ર, પેપર પ્લેટ બનાવી આજીવિકા રળવા સાથે ટેટની તૈયારી પણ કરે

ABOUT THE AUTHOR

...view details