ગુજરાત

gujarat

ETV Bharat / state

Kantali Vad Sahay Yojana : જંગલી પ્રાણીઓ અને ભૂંડથી પાકને થતું નુકસાન અટકાવવા ખેડૂતોને હવે મળશે આ રાહત - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

કાંટાળી વાડ બનાવી જંગલી પ્રાણીઓ તેમ જ ભૂંડ દ્વારા થતાં ભેલાણને અટકાવવા માગતા ખેડૂતો માટે આ સમાચાર મહત્ત્વના છે. ખેડૂતોની રજૂઆતના પગલે સરકારે કાંટાળી વાડ યોજનાનો વિસ્તાર ઘટાડી બે હેક્ટર કર્યો છે. આ નિર્ણયનો 55 લાખ ખેડૂતોને સીધો લાભ થશે.

Kantali Vad Sahay Yojana : જંગલી પ્રાણીઓ અને ભૂંડથી પાકને થતું નુકસાન અટકાવવા ખેડૂતોને હવે મળશે આ રાહત
Kantali Vad Sahay Yojana : જંગલી પ્રાણીઓ અને ભૂંડથી પાકને થતું નુકસાન અટકાવવા ખેડૂતોને હવે મળશે આ રાહત

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 5:56 PM IST

55 લાખ ખેડૂતોને સીધો લાભ

સુરત: છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના ખેડૂતો ભૂંડ સહિત જંગલી પ્રાણીઓથી પરેશાન થઈ ગયા હતાં. જંગલી પ્રાણીઓ અને ભૂંડના કારણે પાકોને ખૂબ જ મોટું નુકસાન થતું હતું. દક્ષિણ ગુજરાતમાં ઉભા પાકોનો નાશ કરતા ભૂંડના ત્રાસથી ખેડૂતોને બચાવવા માટે હવે કાંટાળી વાડ બનાવવા માટે સરકાર સહાય ચૂકવશે. સરકાર પહેલા તબક્કામાં અગાઉ 10 હેક્ટર ખેતી ધરાવતા ખેડૂતોને આ લાભ આપ્યો હતો. હવે નાના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી શકે આ હેતુથી તેની મર્યાદા ઘટાડીને બે હેક્ટર કરી છે.

દક્ષિણ ગુજરાતમાં ભૂંડના ત્રાસના કારણે સુરત સહિત અનેક જિલ્લાઓમાં ચારથી પાંચ લાખ ટન શેરડીના પાકને નુકસાન થતું હતું. સરકારે જે યોજનામાં રાહત આપી છે તેના કારણે ખેડૂતોને મોટી રાહત થશે. ઉપરાંત ભૂંડના ઝૂંડ શેરડી ખાઈ જતા હતાં ઉપરાંત તેને તોડી પણ પાડતા હતાં. ખાસ કરીને ભૂંડ, દીપડા અને રોઝડા જેવા પ્રાણીઓના ત્રાસ છે. હવે બે હેક્ટર ધરાવતા ખેડૂતો લાભ લઇ શકશે...જયેશ પટેલ ( ખેડૂત આગેવાન )

સહાય વિસ્તાર 2 હેક્ટર કરાયો : જંગલી પ્રાણીઓ અને ભૂંડના કારણે ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે શેરડી સહિત અન્ય ઉભા પાક તેઓ ખરાબ કરી દેતા હતાં. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ માગCr કરી હતી કે સરકાર સહાયપાત્ર વિસ્તારની મર્યાદામાં ઘટાડો કરે અને સહાયનું ફંડ પણ વધારે. આ અંગે ખેડૂત આગેવાનોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહકારપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુધી રજૂઆતો કરી હતી, જે હાલ ફળી ગઈ છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ હવે કાંટાળા તારની વાડ કરવાની યોજનાને વધુ સરળ બનાવી દીધી છે. જૂની યોજના હેઠળ સહાયપાત્ર વિસ્તારમાં 10 હેક્ટરની સીમા હતી જે હવે ઘટાડીને પાંચ કરવામાં આવી છે. આમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના સહાય વિસ્તાર 2 હેક્ટર કરી દેવામાં આવ્યા છે.

55 લાખ ખેડૂતોને લાભ :ઉલ્લેખનીય છે કે આ યોજના માટે 350 કરોડની જોગવાઈ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના 55 લાખ ખેડૂતોને લાભ થઈ શકશે. સરકારના આ નિર્ણયના કારણે ખેડૂતોને કારણે હવે નાના ખેડૂતોને પણ લાભ મળી શકશે. ખેડૂતોના હિત માટે આ યોજનાનું ફંડ વધારી 350 કરોડ રૂપિયા કર્યું છે. રાજ્યના રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જુદા જુદા પ્રાણીઓને લગતી ફરિયાદ ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી હતી.

  1. Kantali Vad Sahay Yojana: સરકારે 18 વર્ષ બાદ કાંટાળી વાડ સહાય યોજનામાં સુધારો કર્યો, હવે 2 હેકટરની મર્યાદામાં સહાય મેળવી શકાશે
  2. ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય 35000 હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનામાં સમાવાશે
  3. Crop Damage compensation: કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતરની જાહેરાત, 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે

ABOUT THE AUTHOR

...view details