વહેલી સવારે હાર્ટ એટેકનો ભોગ બન્યો યુવાન સુરત : સુરત શહેરમાં હાર્ટ એટેકની વધુ એક ઘટના જોવા મળી રહી છે. ત્યારે આજે વધુ એક 45 વર્ષીય વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. મૃતક વ્યક્તિ સવારે ઉઠ્યા બાદ ટોઇલેટ જઈને આવ્યા બાદ ખુરશી પર બેસી ગયા હતાં ત્યાર બાદ છાતીમાં બળતરા થઇ હતી અને ખુરશી પરથી ઢળી પડ્યા હતાં.સુરત નવી સિવિલમાં વધુ સારવાર માટે લઇ આવવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરી હતી અને પરિવારને તેમના મોત વિશે માહિતી આપી હતી. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.
મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવાયું ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા : સુરત શહેરમાં હાર્ટ એટેકની ઘટનાઓ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. 45 વર્ષીય વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ભૈરૂનાથ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વહેલી સવારે ઉઠ્યા બાદ ટોઇલેટ જઈને આવ્યા બાદ ખુરશી પર બેસી ગયા હતાં.ત્યાર બાદ છાતીમાં બળતરા થઇ હતી અને ખુરશી પરથી ઢળી પડ્યા હતાં. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તબીબી તપાસ કરીને મૃત જાહેર કર્યાં હતાં.
- Surat News : એક જ રાતમાં સચીનમાં બે વ્યકિતના હાર્ટએટેકથી મોત, સુરતમાં અચાનક મોતનો સિલસિલો યથાવત
- Rajkot news: રાજકોટમાં હાર્ટ એટેકથી એક દિવસમાં બે લોકોના મોત, 32 વર્ષની મહિલા અને 40 વર્ષના યુવકનું કરૂણ મોત
- Heart Attack : સુરતમાં પિતાને મળીને રોજી રોટી કમાવવા જતા યુવકને રસ્તામાં હાર્ટ એટેક આવ્યો, જુઓ CCTV
લુમ્સ કારખાનામાં નોકરી : અચાનક હાર્ટ એટેકથી મોતની નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ચૂક્યું છે. ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ સુરતના લુમ્સના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. આ બાબતે મૃતકના સંબંધીએ સમગ્ર ઘટના વિશે ઈટીવી ભારત સાથે વાત કરી હતી
આજે સવારે તેઓ તંદુરસ્ત હતાં. પરંતુ વોસરૂમ જઈને આવ્યા ત્યાર બાદ તેઓ ખુરશી ઉપર બેઠાં અને કહ્યું કે છાતીમાં ખૂબ જ બળતરા થાય છે. એમ કહેતા જ તેઓ બેઠાં બેઠાં બેભાન થઈ ગયાં હતાં અને કશું બોલ્યા નહીં. જેથી અમે તેમને સારવારઅર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. અહીં ફરજ પરના ડોક્ટર તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં. ડોક્ટરે અમને પૂછ્યું શું થયું હતું તો અમે તેમને સમગ્ર હકીકત કહી હતી. તો ડોક્ટરે તેમનું હાર્ટ અટેકથી મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી... અર્જુન (મૃતકના સંબંધી)
બીમારી ન હતી :મૃતક યુવક અચાનક મોતને ભેટ્યાં એ પહેલાં તેમને કોઈ પ્રકારની બીમારી પણ ન હતી તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક દરરોજ સવારે વહેલા ઉઠી જતાં હતાં કારણ કે તેઓ સવારના 8 થી સાંજે 5 સુધી લુમ્સના કારખાનામાં કામ કરતાં હતાં. અચાનક કઈ રીતે મોત થઈ ગયું તે વિશે પરિવાર કોઇ અંદાડ લગાવી શકતો નથી કેમ કે મૃતકને આ ઘટના પહેલાં પ્રકારની બીમારી પણ ન હતી. મૃતક યુવકને પરિવારમાં ત્રણ સંતાનો છે અને તેમની પત્ની છે. પરિવારના મોભીના અચાનક મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.