ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : અનેક સામ્રાજ્યો, મહાજનપદના લાખથી પણ વધુ સિક્કાઓના માલિક છે સુરતના ભાવેશ બુસા, ડાયનાસોરનું ઇંડુ પણ મળેલું - સંગ્રાહકો

જૂની વસ્તુઓના સંગ્રાહકો એવું એવું કલેક્શન ગોતી લાવતાં હોય છે કે બસ, વાહ કહેવા સિવાય છૂટકો ન રહે. સુરતના ભાવેશભાઈ બુસાના એક લાખથી વધુ સંખ્યામાં કોઇન કલેક્શન જોવું કે તેમણે સંગ્રહેલી અન્ય વસ્તુઓ નિહાળવી તેની મીઠી મૂંઝવણ થઇ આવે તેવું છે.

Surat News : અનેક સામ્રાજ્યો, મહાજનપદના લાખેણાં સિક્કાઓના માલિક છે સુરતના ભાવેશ બુસા,ડાયનાસોરનું ઇંડુ પણ મળેલું
Surat News : અનેક સામ્રાજ્યો, મહાજનપદના લાખેણાં સિક્કાઓના માલિક છે સુરતના ભાવેશ બુસા,ડાયનાસોરનું ઇંડુ પણ મળેલું

By

Published : Aug 19, 2023, 9:31 PM IST

સિક્કા સંગ્રાહક

સુરત : શનિવારી બજારને સુરતના લોકો સેકન્ડહેન્ડ અને એન્ટિક વસ્તુઓની માર્કેટ તરીકે ઓળખે છે અને આ માર્કેટમાં સુરતના ભાવેશભાઈ બુસાની નજર એક પથ્થર જેવી વસ્તુ પર પડી અને તેમને અંદાજો આવી ગયો કે આ સામાન્ય પથ્થર નથી. જ્યારે તેઓએ આ પથ્થર ખરીદી તેની તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આ ડાયનાસોરનું ઈંડું છે. ભાવેશભાઈ બુસાએ આ ડાયનાસોર ઈંડુ નાસિકના એક મ્યુઝિયમને ભેટ તરીકે આપ્યું છે. સુરતના ભાવેશભાઈ ધોરણ 12 સુધી ભણ્યા છે પરંતુ તેમને પ્રાચીન લિપિઓ વાંચતા આવડે છે અને તેમની પાસે એન્ટીક અને પ્રાચીન એક લાખથી પણ વધુ કોઈન છે.

ઘર જાણે એક મ્યુઝિયમ : સુરત શહેરમાં સૌંદર્ય પ્રસાધન ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાવેશભાઈ બુસાની રુચિ તેમના વેપાર ક્ષેત્રથી એકદમ અલગ છે. તેઓ ઇતિહાસની ખૂબસૂરતીને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમના ઘરમાં પ્રાચીન સમયના કોઈન, બ્રોન્સની જ્વેલરી, ટેરાકોટાના શિલ્ડથી ભરેલો ખજાનો છે. તેમનું ઘર જાણે એક મ્યુઝિયમ હોય તેવું તેમના કલેક્શન પરથી જાણવા મળે છે.

એક લાખથી વધુ પ્રાચીન સિક્કાઓ

પહેલેથી જૂની વસ્તુઓમાં રસ : પોતાના કલેક્શન વિશે ભાવેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ પહેલેથી જ પ્રાચીન વસ્તુઓમાં રસ ધરાવે છે અને આ જ કારણ છે કે જે લોકો નદીમાંથી વસ્તુઓ કાઢતા હોય છે. તેમની પાસેથી આ જૂના સિક્કાઓ કલેક્શન કરે છે.

હું જામનગરનો રહેવાસી છું અને મ્યુઝિયમમાં અને મારા કેટલાક પરિચિત લોકો પાસે એન્સિએન્ટ કહી શકાય તેવા કોઈનનું કલેક્શન જોયું હતું ત્યારથી જ મને પણ આવવું ક્યાંક સંગ્રહ કરવું જોઈએ તેવું લાગ્યું હતું. મેં કોઈન એનસીએન્ટ જ્વેલરી ટેરાકોટાના શીલ્ડ અલગ અલગ રાજ્યમાં એક્ઝિબિશન માંથી મેળવવાનું શરૂ કર્યું હતું. હું એનસીએન્ટ કોઈન પર લીપી પણ ઉકેલી શકું છું. મારા આ ખજાનાનું જતન મારી પત્ની કરતી હોય છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓ બ્રોન્સના કોડીના ઘરેણા પહેરતી કાશ્મીરમાંથી મળેલી ઈન્ડોગ્રીક બ્રોન્સની વીટી પણ મારી પાસે છે. હું મોટાભાગે મારા કલેક્શન સેફ લોકરમાં મુકું છુ...ભાવેશભાઈ બુસા(કોઇન કલેક્ટર)

લાખથી પણ વધુ પ્રાચીન સિક્કાઓ : તેઓ એન્ટિક ખજાનાના માલિક છે. માત્ર એન્ટીક વસ્તુઓના કલેક્શન જ નહીં, પરંતુ તેઓ ઇતિહાસને સમજવા માટે પ્રાચીન ભાષાઓ પણ વાંચતા શીખી ગયા છે. તેમની પાસે એક લાખથી વધુ પ્રાચીન સિક્કાઓ છે. જેની ઉપર તેમની વિગત અને સમય કાર્ડ તેઓએ લખી છે.

અલભ્ય કહેવાય એવા સિક્કા

જૂના કોપરના બુદ્ધ સ્તૂપ : ભાવેશભાઈ પાસે સદીઓ જૂના કોપરના બુદ્ધ સ્તૂપ ઉજ્જૈન, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. આ વસ્તુ તે સમયના અમીર વેપારીઓ પાસે હતા. તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પ્રસાદીરૂપે થતો હતો. ટેરાકોટા એક પ્રકારની માટીના શિલ્ડ પણ છે. જે 1000 થી લઇ 1500 વર્ષ જૂના છે. આ એક પ્રકારનું સ્ટેમ્પ પર રહેતું હતું જે રાજ્યમાં પ્રવેશ માટે આઈડેન્ટિટી માટે કે વેપાર વ્યવસાય માટે રહેતું હતું.

પ્રાચીન લિપિના 15 દિવસના કોર્સ કર્યા છેભાવેશભાઈ માત્ર ધોરણ 12 સુધી ભણ્યા છે. પરંતુ તેમને અનેક આવી ભાષાઓ આવે છે જે ખૂબ જ પ્રાચીન છે. નાસિકના મ્યુઝિયમ દ્વારા વિવિધ પ્રાચીન લિપિના 15 દિવસના કોર્સ ચલાવાય છે. ત્યાં તેઓએ બ્રાહ્મી, ઈન્ડોગ્રીક, ખરોપેઠી, શારદા લિપિ, પર્શિયન ભાષા, મુઘલકાળના સિક્કા પરના ઉર્દુ ભાષા તેઓએ શીખી છે.

16 મહાજનપદના સિક્કાઓ કોઈનમાં એન્શિએન્ટ ઇન્ડિયાના 16 મહાજનપદ, સાતવાહન ડાયનેસ્ટી, ગુપ્તા એમ્પાયર, કુશાન ડાયનેસ્ટીની મુદ્રાઓ, એમ્પાયરના મેઇન મહારાજા રણજીતસિંહ, ચંદ્રગુપ્ત મૌર્ય, છત્રપતિ શિવાજી મહારાજ, હુમાયુ, અકબર, બાબર, શારજહાં, ઔરંગઝેબના સમયના અને બ્રિટિશ સમયના રાણી વિક્ટોરિયાના કોપર, સિલ્વર, લેડ, ઝીંકના એક લાખથી પણ વધુ સિક્કાઓ તેમની પાસે છે.

નાસિક મ્યુઝિયમમાં ડાયનાસોરનું ઈંડુ ગિફ્ટ આપ્યું દસ વર્ષ પહેલાં ભાવેશભાઈ શનિવારી બજારમાં એન્ટિક વસ્તુઓ જોવા ગયા હતાં. ત્યારે એક કબાડ પાસે એક અજીબ પથ્થર તેમને દેખાયો હતો. ત્યારે તેમને લાગ્યું કે એ કંઈક અલગ છે કદાચ તે ડાયનાસોરનું ઈંડું હોવું જોઇએ. તો એ ચારસો રૂપિયામાં તે પથ્થર ખરીદ્યો હતો. જ્યારે તેની તપાસ કરી તો તે ખરેખર ડાયનાસોરનું ઈંડુ નીકળ્યું હતું. તેઓએ નાસિક મ્યુઝિયમમાં આ ડાયનાસોરનું ઈંડુ ગિફ્ટ તરીકે આપ્યું છે મ્યુઝિયમ દ્વારા તેની ખરાઈ પણ કરવામાં આવી હતી.

  1. MP News: સોનાના સિક્કા મળ્યા મજૂરોને અને ચોરી ગઇ પોલીસ, જ્યોર્જ પંચમના સોનાના સિક્કાની રહસ્યમય કહાણી
  2. Currency Notes: ભારત પાકિસ્તાન ભાગલા વખતની ચલણી નોટ જેમાં બન્ને દેશના સિક્કા
  3. નવસારીના ધના રૂપા થાનકની જમીનમાંથી મળ્યો 18 મી સદીનો ખજાનો

ABOUT THE AUTHOR

...view details