ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : ઓએનજીસી બ્રિજના પીલર સાથે બાર્જ શિપ અથડાયાંનો વધુ એક બનાવ - બ્રિજના પીલર સાથે બાર્જ શિપ અથડાયાં

સુરતના ઓએનજીસી બ્રિજના પીલર સાથે બાર્જ શિપ અથડાયાંનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બ્રિજ સાથે વારંવાર આ પ્રકારની ઘટના બની હોવાથી બ્રિજના પીલરને નુકસાનની સંભાવના જતાવતાં લોકોમાં ચિંતા ફેલાઇ હતી. આ ચોથીવાર બાર્જ શિપ અથડાવાની ઘટના બની છે.

Surat News : ઓએનજીસી બ્રિજના પીલર સાથે બાર્જ શિપ અથડાયાંનો વધુ એક બનાવ
Surat News : ઓએનજીસી બ્રિજના પીલર સાથે બાર્જ શિપ અથડાયાંનો વધુ એક બનાવ

By

Published : Aug 10, 2023, 6:37 PM IST

ચોથીવાર બાર્જ શિપ અથડાવાની ઘટના

સુરત : સુરત શહેરના ઓએનજીસી બ્રિજના પીલર સાથે ફરી એક વખત કોલસા ભરેલ જહાજ ટકરાયું છે. આ ચોથી વખત બ્રિજ સાથે જહાજ ટકરાયાની ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ બ્રિજ લોકો માટે જોખમી પણ બન્યો છે.

બ્રિજ લોકો માટે જોખમી :સુરતના હજીરા વિસ્તારમાં કોલસો ખૂબ જ મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતો હોય છે. જે કોલસાને જેટી સુધી લઈ જવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવે છે. આજે સવારે એકાએક જ ડુમસ દરિયામાંથી તણાઈ આવેલા ભારે ભરખમ કોલસાથી ભરેલું બાર્જ ઓએનજીસી બ્રિજના પીલર સાથે ટકરાયું હતું. જોકે આ ચોથી વખત બ્રિજ સાથે જહાજ ટકરાયાની ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ બ્રિજ લોકો માટે જોખમી પણ બન્યો છે.

માલસામાન લઇ જતું બાર્જ શિપ ટકરાયું : ઘટનાને લઇને જાણવા મળ્યાં પ્રમાણે ભારે પવનના વેગના કારણે આ પ્રકારના બાર્જ શિપ તણાઈ આવતા હોય છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સુરતના હજીરા વિસ્તારમાં કોલસો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવતો હોય છે. જે કોલસાને જેટી સુધી લઈ જવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવે છે. વિદેશથી ખૂબ જ મોટા પ્રમાણમાં હજીરા વિસ્તારમાં કંપનીઓ દ્વારા કોલસાની આયાત કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને ઈન્ડોનેશિયા સહિતના દેશોમાંથી જહાજ ભરીને કોલસો આવતો હોય છે. વિદેશથી ખૂબ જ મોટા પ્રમાણમાં હજીરા સ્થિત કંપનીઓ દ્વારા કોલસાની આયાત કરવામાં આવે છે.

ઓએનજીસી ઓફિશિયલ સાથે વાતચીતમાં પુષ્ટિ આ બાબતેઓ ઓએનજીસી ઓફિશિયલ પાસેથી મળતી માહિતી મુજબ આ બાર્જ શિપને જેટી સાથે બાંધવામાં આવ્યું હતું પરંતુ ભારે પવનના કારણે બાર્જ શિપનું મોટું દોરડું તૂટી જતા તે તાપી નદી ઉપર તણાઈ ગયું હતું અને અંતે ONGC બ્રિજનાં પિલર સાથે ટકરાયું હતું. અમે હાલ આ મામલે તપાસ કરી રહ્યા છીએ.

ભારે પવનમાં ખેંચાઇ આવે છે બાર્જ શિપ : વિશેષ કરીને ઈન્ડોનેશિયા સહિતના દેશોમાંથી જહાજ ભરીને કોલસો આવતો હોય છે. તેમાંથી માલસામાનને જેટી સુધી પહોંચાડવા માટે બાર્જનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણી વખતે આ કામગીરી બંધ હોય છે. ત્યારે જેટી પર તે બાંધીને રાખવામાં આવતા હોય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે, ભારે પવનના વેગના કારણે આ પ્રકારના બાર્જ શિપ તણાઈ આવતા હોય છે. આખરે તે ઓએનજીસી બ્રિજના પીલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે. અથવા તો તેની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે અને પ્રકારની ઘટના બનતી રહે છે.

  1. Surat News : ઈન્ડોનેશિયાથી કોલસા ભરેલી 5 શિપ તણાઈને આવતા અધિકારીઓ દોડતા થયા
  2. ગાંધીનગરમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગનું અન્વેષણ કરવા ગુજરાત શિપિંગ મિનિસ્ટ્રીએ યોજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ
  3. Surat Accident: હજીરા ONGC નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ટાયર નીચે દબાઈ જતાં ડ્રાઈવરનું મોત

ABOUT THE AUTHOR

...view details