ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણતાં સુરતીઓ, ચૂકવી રહ્યાં છે મોંઘા મૂલ - 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ

સોનાનું નામ પડે એટલે ભાવનો વિચાર આવ્યાં વિના ન રહે અને ગરમીનો અનુભવ થાય ત્યારે આઈસ્ક્રીમ યાદ આવ્યાં વિના ન રહે. આ બંને એકસાથે મળી રહ્યાં છે સુરતમાં. જીહા, 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણી શકાય છે. જોકે ખાવા જતાં પહેલાં ખિસ્સું તપાસીને જજો કેમ કે ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમનો ભાવ પણ એવો છે.

Surat News : ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણતાં સુરતીઓ, ચૂકવી રહ્યાં છે મોંઘા મૂલ
Surat News : ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણતાં સુરતીઓ, ચૂકવી રહ્યાં છે મોંઘા મૂલ

By

Published : May 10, 2023, 4:19 PM IST

Surat News : ભીષણ ગરમીમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મોજ માણતાં સુરતીઓ, ચૂકવી રહ્યાં છે મોંઘા મૂલ

સુરત : સુરતમાં ગરમીથી બચવા માટે લોકો આઈસ્ક્રીમ ગોલા સહિત અન્ય ઠંડી વસ્તુઓ ખાતા હોય છે. આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરેટ બની ગઈ છે. આ આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી. પરંતુ આઈસ્ક્રીમ જોતાં આંખ પલકારો મારવી ભૂલી જાય કારણ કે આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. સુરતની અનોખી 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમનો શબ્દોના સહારે આસ્વાદ લઇએ.

ગરમીની સીઝનમાં સોનેરી ઠંડકની મજા :હાલ લોકોને બે સમસ્યા સૌથી વધુ નડી રહી છે. એક છે સતત વધી રહેલા સોનાના ભાવ અને બીજી બાજુ અસહ્ય ગરમી. જોકે સુરતના લોકો આ બંને સમસ્યાનો એક હલ મળી ગયો છે. ગરમી વચ્ચે લોકો 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા માણી રહ્યાં છે. આઇસ્ક્રીમ એવી કે તમે પણ જોઈને વિચાર કરશો કે અને આને જોતાં રહીએ કે સંભાળીને રાખવી કે ખાવી! નામ સાંભળીને તમે ખબર પડી ગઈ હશે કે આની ઉપર 24 કેરેટ ગોલ્ડ અર્ક લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો

  1. Kutch News : ત્રીજી પેઢીએ સ્વાદપ્રિય, આનંદ લહેરીના નેચરલ આઈસ્ક્રીમ ખાઈને લોકો પોતાની લહેરમાં
  2. Ice cream price: તાપમાન વધ્યું ને આઈસ્ક્રીમની માંગમાં તેજી, 20થી 40 ટકા જેટલા ઉત્પાદનમાં વધારો
  3. સુરતનો નવો ચટાકો, ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ આઈસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા

ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ મેકિંગ : આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમની ઉપર 24 કેરેટ ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. આઈસ્ક્રીમ જે કોનમાં આપવામાં આવે છે તે પણ ખાસ પ્રકારના નાના ગોલ્ડબોલથી સજાવવામાં આવે છે. આ કોનની અંદર અલગ અલગ આઈસ્ક્રીમના ફ્લેવર હોય છે. જેમાં ગોલ્ડ ચોકલેટનો પણ સમાવેશ થાય છે. અંદર બ્રાઉની અને સજાવવા માટે ટોપિંગ હોય છે. અંદર ડ્રાયફ્રુટ ચોકો સીરપ સાથે ઉપર 24 કેરેટ ગોલ્ડ કવર કરવામાં આવે છે.

કેટલી કિંમત ચૂકવવી પડશે : આઇસક્રીમની ઘણી આઇટમ્સ મોંઘી હોય છે પણ આતો તેમાંય શિરમોર કહેવાય કેમ કે સોનું વપરાય છે. 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમના એક પીસ માટે કિંમતની વાત આવે. તો જણાવીએ કે આ ખાસ આઈસ્ક્રીમની કિંમત 1000 રૂપિયા છે. એમાં તમારે 18 ટકા જીએસટી પણ લાગે છે. આટલી મોંઘી આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ છે. લોકો આઈસ્ક્રીમ ખાવા માટે દૂર દૂરથી આવે છે. બીજી મહત્વની વાત કે તેની હોમ ડિલિવરી થતી નથી. તેથી આ આઇસક્રીમ ખાવા માટે તમારે શોપ પર જ આવવું પડશે. કારણ કે ઓર્ડર મળતાં જ તરત બનાવીને આપવામાં આવે છે.

વિક્રેતા શું કહે છે : આઈસ્ક્રીમ પર 24 કેરેટ ગોલ્ડ કવર લગાવી સુરતના આઇસક્રીમની ચર્ચા ચોમેર ફેલાવનાર આઇસક્રીમ વિક્રેતા સુરતમાં તેમની આઇસ ગોલાની આઇટમોથી પણ વખણાય છે. ત્યારે સોનાનો વરખ ધરાવતી આઈસક્રીમ ખાવા સુરતીઓ આવશે કે કેમ તે વિશે અવઢવ થવી સ્વાભાવિક હોય. જોકે આઈસ્ક્રીમ વિક્રેતા પિનાક જાદવને આશા હતી કે તેમની ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ ઉપડશે. કારણ કે સુરતીઓ ખાણીપીણીના શોખીન છે અને પૈસા ખર્ચવામાં પાછળ વળી નથી જોતાં એ દુનિયા જાણે છે. દરરોજના કેટલા 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ વેચાય છે તેની જાણકારી મળી કે દરરોજના ચારથી પાંચ ગ્રાહક આ આઇસ્ક્રીમની મોજ માણી રહ્યાં છે.

સુરત શહેર એક એવું શહેર છે કે જ્યાં લોકો ખાણીપીણીના શોખીન છે.આઇસ ગોળા સિવાય આઇસ્ક્રીમ વધારે ફેમસ થઈ રહ્યા છે. આ હજાર રૂપિયા ની ડિઝાઇન નો આઈસ્ક્રીમ છે, જોકે હજાર રૂપિયા સાંભળીને મોટું લાગશે ,પરંતુ જ્યારે તમે આવીને જોશો ત્યારે જ ખબર પડશે કે આની કિંમત શા માટે આટલી છે... પિનાક જાદવ (આઈસક્રીમ વિક્રેતા)

ગ્રાહકોએ શું કહ્યું :24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ ખાવા આવનાર ડોક્ટર શ્રેયાએ આ અનોખી ચીજનો આસ્વાદ માણીને પોતાનો અનુભવ ઇટીવી ભારત સમક્ષ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે આઈસક્રીમ કોને પસંદ નથી અને જ્યારે પણ ગરમીની ક્લાઈમેટ હોય ત્યારે જ મગજમાં એક જ વાત આવે છે કે આઈસ્ક્રીમ ખાવી છે.

મને નવી નવી વસ્તુઓ એક્સપ્લોર કરવાનું શોખ છે. આ માટે હું ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા વધારે જોઉં છું. ત્યાંથી મને ખબર પડી કે સુરતમાં 24 કેરેટ ગોલ્ડ આઈસ્ક્રીમમાં ઉપલબ્ધ છે. હું પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ કે ગોલ્ડનું આઈસ્ક્રીમ હોઈ શકે ? અને તમે જાણો છો જ્યારે ગોલ્ડની વાત આવે ત્યારે છોકરીઓને વસ્તુઓ વધારે ગમવા લાગે છે અને એમાં પણ જ્યારે ગોલ્ડ આઈસ્ક્રીમ હોય તો શું વાત છે. હું ગોલ્ડ આઈસ્ક્રીમ ખાવા માટે આવી ખૂબ જ સારો અનુભવ થયો. પહેલા મને લાગ્યું કે આ ખૂબ જ એક્સપેન્સિવ છે. પરંતુ ગોલ્ડનું નામ આવે તો થોડું એક્સપેન્સિવ તો રહેશે જ... ડો. શ્રેયા (ગોલ્ડ આઈસક્રીમના ગ્રાહક)


રુપિયા ખર્ચ્યાંનો સંતોષ : તો ગરમીથી ત્રસ્ત સુરતીલાલાઓ પોતાના શહેરમાં મળી રહેલી સોનાની આઈસક્રીમની ફક્ત ચર્ચા જ નથી કરી રહ્યાં. સારો એવો ભાવ ચૂકવીને 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ ખાઇને સંતોષ પણ પામી રહ્યાં છે કે તેમના નાણાંની સોનેરી વેલ્યૂ થઇ રહી છે. સોનાના ઘરેણાંની ખરીદી ઘટી છે પરંતુ આઈસ્ક્રીમ ખરીદવામાં ઉત્સાહ દર્શાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details