ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : શ્વાન કરડવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ - સુરતમાં ડોગ બાઈટ કેસ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના દર્દીઓ માટે નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ એક મહિનાઓમાં ડોગ બાઈટના કેસમાં વધારો જોવા મળી રહ્યો હતો. હોસ્પિટલમાં શ્વાનના દર્દીઓને લઈને તાત્કાલીક સારવાર માટે નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

Surat News : શ્વાન કરડવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ
Surat News : શ્વાન કરડવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ

By

Published : Feb 11, 2023, 2:22 PM IST

Updated : Feb 11, 2023, 4:02 PM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ

સુરત : શહેરમાં દિવસેને દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના દિવસમાં 20થી 30 કેસ આવી રહ્યા છે. ખાસ કરીને શહેરના પાંડેસરા વિસ્તારમાંથી ડોગ બાઈટના વધુ પેશન્ટો આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ઘટના વધતી જોવા મળી છે. જેથી હવે દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી રહે તે માટે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના ટ્રોમાં સેંટર ખાતે જ અલાયદા વોર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

નવો વોર્ડ કરાયો શરૂ

નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ એક મહિનાઓમાં ડોગ બાઈટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એમાં ગંભીર પ્રકારના ડોગ બાઈટના કેસો પણ આવી રહ્યા છે. જેમાં નાના બાળકોથી મોટા લોકોને ડોગ બાઈટ કર્યા હોય એવા કેસ આવી રહ્યા છે. જે અનુંસંધાને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો કે દરેક સરકારી હોસ્પિટલોમાં એક અલગથી વોર્ડ ઉભું કરવામાં આવે તે વોર્ડમાં હડકવાને લાગતા તમામ પ્રકારની સુવિધાઓ મળી રહશે.

આ પણ વાંચો :Tax Collection: વડોદરામાં પાલતુ શ્વાન રાખશો તો ચૂકવવો પડશે 1000નો વેરો, આવો નિર્ણય લેનારી રાજ્યની પહેલી કૉર્પોરેશન

1200થી વધુ ડોગ બાઈટના કેસ : વધુમાં RMOએ જણાવ્યું કે, જો કોઈને ઇન્જેક્શન આપ્યા બાદ ચક્કર આવે તે માટે એમાં બેથી ત્રણ બેડ પણ રાખવામાં આવશે. હાલ હોસ્પિટલમાં ડોગ બાઈટના ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. લાસ્ટ જાન્યુઆરી મહિનામાં નવી સિવિલ હોસ્પિટલમાં 1200થી વધુ ડોગ બાઈટના કેસ આવ્યા હતા. તે જુના કેસની વાત કરવામાં આવે તો 3800 જેટલાં કેસ આવ્યા હતા.

આ પણ વાંચો :Stray Dog Attack: રખડતા શ્વાને 7 વર્ષની બાળકી પર કર્યો હુમલો, સ્થાનિકો વચ્ચે ન આવ્યા હોય તો..

ઈન્જેક્શનની કિંમત કેટલી : ડો.ઓમકાર ચૌધરીએ કહ્યું હતું કે, ડોગ બાઈટમાં બે પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવે છે. એમાં સામાન્ય ડોગ બાઈટમાં દર્દીને રેબીસ રસી આપવામાં આવે છે. જે ક્લિનિક અને ખાનગી હોસ્પિટલોમાં સરળતાથી મળી જાય છે, પરંતુ જે લોકોને ડોગ બાઈટ કરે છે. શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચાડે છે તેમને અલગ પ્રકારના ઇન્જેક્શન આપવામાં આવે છે. જેનું નામ રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવામાં આવે છે. ગત જાન્યુઆરી મહિનામાં નવી હોસ્પિટલમાં જાન્યુઆરીમાં 62 લોકો રેબિઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં 15 લોકોને આપવામાં આવ્યા છે. ઈન્જેક્શનની કિંમત બહાર પાંચથી છ હજાર રૂપિયા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ ઇન્જેક્શન લોકોને સારવાર મળી રહે તે માટે મફત આપે છે.

Last Updated : Feb 11, 2023, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details