સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી દર્દીઓની સમસ્યાને લઈને ચર્ચામાં સુરત : નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના અતિ આવશ્યક વોર્ડમાં AC નહિ અને ત્યાંના બાથરૂમમાં સ્લેપ પડવાની ઘટના સામે આવી છે. AC ન હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા વહેલી તકે AC લગાવવામાં આવશે અને સમસ્યાને લઈને ઝડપથી ઉકેલ લાવવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ પણ વાંચો :Vadodara News: સયાજી હોસ્પિટલ પરિસરમાંથી મૃત શિશુ મળી આવતા ચકચાર, તંત્ર સામે સવાલ
દર્દી હાલાકી વેઠી રહ્યા : સુરતની નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરિત થઈ ગઈ હોવાથી તંત્ર દ્વારા જૂની બિલ્ડીંગને તોડીને તેના પર નવી બિલ્ડીંગ બનાવવામાં આવશે. તેવા સમયે જૂની બિલ્ડિંગમાં આવેલા ડાયાલીસીસ સેન્ટરમાં બે દિવસ પહેલા બાથરૂમમાં સ્લેબના પોપડાનો ભાગ પડવાથી ભાગદોડ થઈ જવા પામી હતી. આ સાથે જ સુરતમાં કાળજાળ ગરમી પડી રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવા સમયે સિવિલના ડાયાલીસીસ સેન્ટરમાં આઠ AC છે. જેમાં મોટાભાગના AC છેલ્લા કેટલાક દિવસથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. જે AC કાર્યરત છે તેમાં કૂલિંગની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જેના લીધે ત્યાં આવતા દર્દી હાલાકી વેઠી રહ્યા છે.
આ પણ વાંચો :VS Hospital Ceiling Dictatorship : હોસ્પિટલના ત્રીજા માળેથી છત ધરાશાયી થઈ છતાં મેયરના મુખમાં વિકાસનો સુર
ACની સમસ્યાને લઈને કાર્ય શરૂ :આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે, હા આ પ્રકારની ઘટના બની હતી. જે શનિવારે મોડી સાંજે બની હતી. અમે હાલ પૂરતું ત્યાં ફરી રીપેરીંગનું કામ ચાલુ કરાવ્યું છે. તે બિલ્ડીંગ જ આખી જર્જરીત થઈ ગઈ છે. જેને લીધે જ વહેલી તકે તે બિલ્ડીંગને તોડી પાડવામાં આવશે. તેની ઉપર નવી બિલ્ડીંગ બનાવવામાં આવશે. તેથી ત્યાંના જે તે વોર્ડ વિભાગ હોસ્પિટલની નવી કિડની બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ જે પણ AC બંધ હાલતમાં અને ACમાં કૂલિંગની સમસ્યાઓ છે. તેને વહેલી તકે દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.