ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વમાં કોરોનાના કેસ વધતા SMC એલર્ટ મોડ પર, દર્દીઓના રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવા કર્યો નિર્ણય - Health Centres in Surat

વિશ્વમાં કોરોનાના કેસ વધતા (corona in China) સુરત મહાનગરપાલિકા હવે એલર્ટ થઈ ગઈ છે. હવે મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ દર્દીના રિપોર્ટ (Surat Municipal Corporation on alert mode) જિનોમ સિક્વન્સિંગ (Genome sequencing) માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આરોગ્યકર્મીઓને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

વિશ્વમાં કોરોનાના કેસ વધતા SMC એલર્ટ મોડ પર, દર્દીઓના રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવા કર્યો નિર્ણય
વિશ્વમાં કોરોનાના કેસ વધતા SMC એલર્ટ મોડ પર, દર્દીઓના રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવા કર્યો નિર્ણય

By

Published : Dec 22, 2022, 10:57 AM IST

આરોગ્યકર્મીઓને સૂચના

સુરતચીનમાં કોરોનાના કેસ (corona in China) વધ્યા હોવાના કારણે ભારત સરકાર એલર્ટ (corona in India) મોડ પર આવી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોના બાબતે જરૂરી સૂચનો પણ કર્યા છે. ત્યારે હવે સુરતમાં પણ તંત્ર કોરોનાને લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation on alert mode) કોરોના પોઝિટિવ દર્દીના રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ (Genome sequencing) માટે મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારત સરકાર પણ એલર્ટ ચીનમાં કોરોનાનો કહેર વર્તાતા ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય (health ministry india) દ્વારા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. તેને લઈને સુરતમાં મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation on alert mode) શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતાં તબીબોની એક તાકીદની બેઠક બોલાવી હતી. તેમને જરૂરી સૂચના આપવામાં આવી હતી.

જિનોમ સિક્વન્સિંગ કરવા સૂચના આ સૂચના મુજબ કોવિડ કે કોવિડ જેવા લક્ષણ ધરાવતા દર્દીઓનું ટેસ્ટીંગ (covid patients testing) થઈ જાય અને જો દર્દી કોરોના પોઝિટિવ આવે તો તેનું જિનોમ સિક્વન્સિંગ (Genome sequencing) હાથ ધરવામાં આવે. સાથે સાથે ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને આઈસોલેશનની કામગીરી પણ સતવારે હાથ ધરવામાં આવશે.

બેઠક કરવામાં આવીશહેરના આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતુ કે, ચીનમાં કોરોનાના કેસોમાં (corona in china) વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલય (Health Ministry India) દ્વારા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી જે પણ કોઈ પોઝીટીવ દર્દી આવે તો તેવા દર્દીઓના જિનોમ સિક્વન્સિંગની (Genome sequencing) કામગીરી સંદર્ભે તમામ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.

દર્દીઓનું ખાસ ધ્યાન રખાશે સાથે સાથે ટેસ્ટીંગ (covid patients testing), ટ્રેકિંગ અને આઈસોલેશનની કામગીરી પણ સતવારે હાથ ધરવામાં આવશે. જો આગામી દિવસોમાં કેસ વધે તો ધન્વંતરિ રથ, 104 સર્વેલન્સ ટીમ સહિતની કામગીરી માટે સુરત કોર્પોરેશન સજ્જ છે. આ ઉપરાંત ગત વર્ષે ઓક્સજન સહિતની જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેનું પણ ટેસ્ટીંગ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેને પહોચી વળવા (Surat Municipal Corporation on alert mode) સુરત કોર્પોરેશન સજ્જ છે.

ABOUT THE AUTHOR

...view details