ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદની સક્રિયતાથી 100 કુપોષિત બાળકીઓને લેવાઈ દત્તક, મહિલા દિવસની ઉજવણીમાં દર્શના જરદોશ... - સાંસદ દર્શના જરદોશ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ આવતીકાલ રવિવારે છે. જો કે, રાજ્યમાં અનેકસ્થળે તેને લગતાં કાર્યક્રમ એ પહેલાં યોજાઈ રહ્યાં છે. સુરતમાં એવા એક કાર્યક્રમ દરમિયાન સાંસદ દર્શના જરદોશે સૌને આશ્ચર્યમાં મૂક્યાં જ્યારે તેમણે 100 કુપોષિત બાળકીઓને દત્તક લેવડાવી હતી. તેઓ હવે આ બાળકીઓની સારસંભાળ રાખી કુપોષણમુક્ત કરાવશે.

સાંસદની સક્રિયતાથી 100 કુપોષિત બાળકીઓને લેવાઈ દત્તક, મહિલા દિવસની ઉજવણીમાં દર્શના જરદોશ...
સાંસદની સક્રિયતાથી 100 કુપોષિત બાળકીઓને લેવાઈ દત્તક, મહિલા દિવસની ઉજવણીમાં દર્શના જરદોશ...

By

Published : Mar 7, 2020, 5:41 PM IST

સુરતઃ આવતીકાલે જ્યારે મહિલા દિવસ છે ત્યારે સમગ્ર દેશ સહિત દુનિયામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.આ ઉપલક્ષમાં સૂરતના સાંસદ દર્શનાબહેન જરદોશ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મહિલા દિન નિમિત્તે સાંસદ દ્વારા સો જેટલી કુપોષિત બાળકીઓને દત્તક લેવડાવાઈ છે. આગામી સમયમાં પણ વધુ બાળકીઓની સંભાળ માટે આમ કરવામાંં આવશે.

સાંસદની સક્રિયતાથી 100 કુપોષિત બાળકીઓને લેવાઈ દત્તક
રાજ્યમાં હજારો બાળકો કુપોષિત હોવાનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. આવા કુપોષિત બાળકો માટે અત્યાર સુધી કોઈ સાંસદ કે ધારાસભ્યો આગળ આવ્યાં નથી. ત્યારે આવતીકાલે મહિલા દિનને અનોખો બનાવવા માટે સુરતના સાંસદ દર્શનાબહેન દ્વારા સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. દર્શનાબહેન દ્વારા આજે 100 જેટલી કુપોષિત બાળકીઓને દત્તક લેવડાવવામાં આવી હતી.

આ સાથે આવનારા દિવસમાં તમામ કુપોષિત બાળકોને દત્તક લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આંગણવાડીની મહિલાઓ અને વિવિધ એનજીઓને પણ જોડવામાં આવશેે. તમામ કુપોષિત બાળકો નું વજન વધે તેવા પ્રયાસો કરી તેમને તંદુરસ્ત બનાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details