- સાંસદ દર્શના જરદોશે શહેરની વિવધ સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો
- તેમણે સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેનને સપ્તાહને બદલે દરરોજ દોડાવવા કરી રજૂઆત
- સુરતથી રાત્રે નીકળીને સવારે ભાવનગર પહોંચે તે પ્રકારનું સમયપત્રક સેટ કરવા માંગણી કરી
સુરતઃ સાંસદ દર્શનાબેન જરદોશે સુરત શહેર તથા સુરત રેલવે સ્ટેશનની વિવિધ સમસ્યાઓને લઈને બજેટમાં ચર્ચા દરમિયાન શહેરને DRM ઓફિસ આપવા માટે માંગણી કરી હતી. જેથી સુરત શહેરના નાગરિકોને નાના-મોટા પ્રશ્નો માટે વડોદરા, સુરત કે અમદાવાદ ધક્કા ના ખાવા પડે. તેમણે સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેનને સપ્તાહને બદલે દરરોજ દોડાવવા માટે અને સુરતથી રાત્રે નીકળીને સવારે ભાવનગર પહોંચે તે પ્રકારનું સમયપત્રક સેટ કરવા માટે માંગણી કરી હતી.
આ પણ વાંચોઃઆનંદો...હવે ટ્રેનમાં બેસવા ટિકિટ રિઝર્વેશન કરાવી નહી પડે