ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું - Student rape in Surat

સુરતમાં સ્પોકન ઇંગલિશ ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરીને વિડીયો વાયરલ કર્યો હતો. આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું
Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું

By

Published : Apr 18, 2023, 7:24 PM IST

સુરતમાં સ્પોકન ઇંગલિશના શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું

સુરત : શિક્ષણ જગતને કલંકિત કરનાર ઘટના ફરી એક વખત સુરત શહેરમાં બની છે. સ્પોકન ઇંગલિશ ક્લાસના શિક્ષકે ધોરણ 12માં ભણનાર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચારી તેનો વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ તેને વાયરલ પણ કર્યો હતો. જેથી સગીરાના પરિવાર તરફથી ઇચ્છાપોર પોલીસ મથકમાં આરોપી શિક્ષક વિરોધ ફરિયાદ કરવામાં આવી હતી. ઈચ્છાપોર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

શું હતો સમગ્ર : સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક સગીરાના પરિવારે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, નરાધમ શિક્ષકે તેમની દીકરી સાથે દુષ્કર્મ આચાર્યો અને સાથે તેનો વિડીયો બનાવીને વાયરલ કર્યું છે. આ ફરિયાદ ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપી શિક્ષક અરુણ વર્માની ધરપકડ કરી છે. આરોપી શિક્ષક અરુણ વર્મા સ્પોકન ઇંગલિશ ક્લાસ ચલાવે છે અને સુરતના ઈચ્છાપુર વિસ્તારના કૃષ્ણનગર ખાતે છેલ્લા ઘણા વર્ષથી રહે છે.

આ પણ વાંચો :Vadodara Crime : તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરી પત્ની ગણાવી દીધી, ચાર વર્ષ બાદ ફરાર થતાં નોંધાઇ ફરિયાદ

શિક્ષકે વિડીયો બનાવી વાયરલ કર્યો :પીડિત વિદ્યાર્થીનીની હાલ જ ધોરણ 12 ની પરીક્ષા પૂર્ણ થઈ હતી. કોલેજમાં એડમિશન મેળવવા માટે તે સ્પોકન ઇંગલિશ ક્લાસ કરવા માટે આરોપી અરુણ વર્માના ત્યાં ભણવા જતી હતી. વિદ્યાર્થીનીને સ્પોકન ઇંગલિશ ક્લાસના બહાને પોતાના ઘરે બોલાવી તેની સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી શિક્ષકે જધન્ય અપરાધ કર્યા બાદ પીડિત વિદ્યાર્થીનીનો વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો હતો.

આ પણ વાંચો :Surat Crime : માંગરોળ તાલુકામાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર ટ્રકચાલક ઝડપાયો

વિદ્યાર્થીની સ્પોકન ઇંગલિશ ટ્યુશન માટે જતી હતી :એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે, ફરિયાદીની સગીર વયની દીકરી કે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તે અરુણ વર્મા નામના વ્યક્તિના ત્યાં ટ્યુશનએ જતી હતી. ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ તે સ્પોકન ઇંગલિશ ક્લાસ માટે આ શિક્ષકના ત્યાં જતી હતી. આ કામના આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી શિક્ષકે સગીરાનો વિડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો અને વિડીયો વાયરલ થતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details