ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Mass Suicide Case: સુરતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ કર્યો આપઘાત, તમામના થયા મોત

સુરતમાંથી હૈયું હચમચાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ એકસાથે જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કરી દીધું હતું. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા સીમાડા નહેર પાસે દાતાર હોટેલ પાસે સામુહિક આત્મહત્યા કરી હતી.

Surat Mass Suicide Case: એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ એકસાથે કરી આત્મહત્યા, કારણ અકબંધ
Surat Mass Suicide Case: એક જ પરિવારના ચાર વ્યક્તિઓએ એકસાથે કરી આત્મહત્યા, કારણ અકબંધ

By

Published : Jun 8, 2023, 11:53 AM IST

Updated : Jun 8, 2023, 6:00 PM IST

સુરતઃએક જ પરિવારના ચાર વ્યક્તિઓએ સામુહિત આત્મહત્યા કરી લેતા સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ચારેય વ્યક્તિઓની સારવાર માટે શહેરની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવારમાં જ પત્ની અને દીકરાનું અવસાન થયું હતું. જ્યારે પિતા અને બીજા પુત્રાની સ્થિતિ ગંભીર છે.

આર્થિક સંકળામણઃઆર્થિક સંકળામણને કારણે પરિવારજનોએ આ પગલું ભર્યું હોવાની આશંકા હાલમાં વ્યક્ત થઈ રહી છે. એક દીકરો એના મિત્ર સાથે બહાર ગયો હતો, જ્યારે એક દીકરી એની માસીને ત્યા હોવાથી બચી ગયા છે. રત્નકલાકારના પરિવારમાં આ ઘટનાને કારણે માતમનો માહોલ છે. રત્નકલાકારે આત્મહત્યા કર્યા બાદ એમના સ્વજનને ફોન કરીને જણાવ્યું હતું. જેમાં સ્પષ્ટતા કરી હતી કે, મારા એકાના એક દીકરાને સાચવી લેજો.

મૂળ ભાવનગરનાઃસરથાણા વિસ્તારની વિજયનગર સોસાયટીમાં રહેતા અને શિરોહીના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા (ઉં.વ.55)હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. બુધવારે સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડ્યા હતા. ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું.

હાલ હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. જેના કારણે પરિવારજનોએ સાથે મળીને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. આ ઘટના ગઈકાલે સાંજે 5:00 વાગે બની હતી. પોલીસ કંટ્રોલ રૂમને ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવી હતી કે, સીમાડા નહેર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે ત્યાં એક જ પરિવારના હોય એવા ચાર લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ જોતા જ તેમણે પોલીસને જાણ કરી હતી.---વી.આર.પટેલ (સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ)

પોલીસ પહોંચી ગઈઃ આ ઘટનાની જાણ થતા જ અમારા સર્વલેસ સ્ટાફ ત્યાં પોહચી ચારેને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. તેમની પાસેથી અનાજમાં નાખવાની દવા મળી આવી હતી. 50 વર્ષીય વીનું ખોડાભાઈ મોરડીયા અને તેમનો નાનો પુત્ર ક્રિશ જેઓની સારવાર ચાલી રહી છે. શા માટે પરિવાર આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આ બાબતે તો સારવારમાં રહેલા વિનુભાઈ જ જણાવી શકે એમ છે. તેઓ અને તેમના પુત્ર બંનેની ICU માં સારવાર ચાલી રહી છે.

  1. Rajkot Crime : રાજકોટમાં તબીબ યુવતીએ કરેલી આત્મહત્યાનું કારણ અકબંધ
  2. Suicide In Madhya Pradesh : કેનો સલાલમની પૂર્વ નેશનલ પ્લેયર નિશા માલાકરે કરી આત્મહત્યા, પોલીસ તપાસમાં છે વ્યસ્ત
  3. Rajkot Suicide Case: પ્રેમી યુગલે સજોડે કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર જીવન પડતું મૂક્યું
Last Updated : Jun 8, 2023, 6:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details