સુરત :શહેરમાં મહિલાએ પોતાના જ ઘરે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. શહેરના મહિલા જેઓ બપોરે પોતાના બંને સંતાનોને સુવડાવી આત્મહત્યા કરી લીધી હતી. છોકરાઓએ આ જોતા જ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. મહિલાને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈને ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મહિલા મૃત જાહેર કરી હતી. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમ સંબંધ :આ બાબતે મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેનને અમારા જ ગામમાં દારૂ વેચનાર વિશાલ પટેલ જોડે 9 મહિના પહેલા પ્રેમ સંબંધ હતો. આ પેહલા મારી બહેનના 2005માં લગ્ન થયા હતા. ત્યારબાદ મારી બહેનને બે સંતાનો થયા હતા, પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર મારા જીજાજી જોડે થતા છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ ફરી 2014માં બીજા લગ્ન કર્યા તો જીજાજી જોડે વારંવાર ઝઘડો થવાના કારણે બહેન અલગ થઇને રહેતા હતા.
મહિલાને બુટલેગર જોડે પ્રેમ :વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ તેઓ નજીકમાં જ કંપનીમાં કામ મળી ગયું હતું. ત્યારે કામ કરીને પોતાનું અને પોતાના બે સંતાનોનું ગુજરાન ચાલવતા હતા. ત્યારબાદ ગામનો જ એક વ્યક્તિ જેઓ દારૂનું વેચાણ કરે છે. તેની જોડે મારી બહેનને પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદથી વિશાલ અવરનવર ઘરે આવતો જતો રહેતો હતો. તે સમય દરમિયાન વિશાલે ફોટો પાડી લીધો હતો. આ ફોટોના વાઇરલ કરી નાખીશ એમ કહીને પૈસાની માંગણી કરતો હતો. સંબંધ બાંધવા માટે પણ વારંવાર દબાણ કરતો હતો.