સુરતના લસકાણા ગામે આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત પોષાકમાં ગરબા કર્યા સુરતઃ નવરાત્રિમાં દરેક સમાજ અને જ્ઞાતિ પોતાના રિવાજ મુજબ ગરબા મહોત્સવનું આયોજન કરે છે. જેમાં સુરતના લસકાણા ગામે આહીર સમાજે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યુ છે. આ નવરાત્રિ મહોત્સવમાં આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ માણી હતી. આ ગરબામાં 1000થી વધુ આહીર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
આહીર સમાજની વાડીમાં મહોત્સવઃ કામરેજના લસકાણા ગામે આહીર સમાજની વાડીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતમા નોરતે એક હજાર જેટલા આહીર ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ તેમજ ઘરેણાં પહેરીને ગરબા રમ્યા હતા. સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આહીર સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે.
આહીર મહિલાઓએ ધારણ કર્યા હતા પરંપરાગત ઘરેણાં માતાજીની આરતીની ઉચ્છામણીઃ નવરાત્રિના નવ દિવસ માટે માતાજીની આરતી માટે ઉચ્છામણી પણ બોલવામાં આવે છે. આ બોલી 2 લાખ સુધી પણ પહોંચી જાય છે. જે પણ રૂપિયા ભેગા થાય એ નવરાત્રીના આયોજનમાં ખર્ચ કરવામાં આવે છે. આજે પણ કામરેજના લસકાણા ખાતે આહીર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારના આયોજનો કરી રહ્યો છે.
આજે આપણે જોઈએ છીએ કે ખેલૈયાઓ મોંઘીદાટ ફી ચૂકવી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જઈ રહ્યા છે. અમારા સમાજના દીકરા-દીકરીઓને પાર્ટી પ્લોટમાં ન જવું પડે તે માટે વર્ષોથી આહીર સમાજની વાડીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં ફ્કત આહીર સમાજનાં લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે...મુન્નાભાઈ આહીર(આગેવાન, આહીર સમાજ, લસકાણા)
- Navratri 2023: અમદાવાદની પોળોમાં આજે પણ શેરી-ગરબાની વર્ષોની પરંપરા અકબંધ, ક્લબ અને પાર્ટી પ્લોટના ગરબાને બદલે પોળોમાં રમવાનું પસંદ કરતા યુવાઓ
- Navratri 2023: સુરતમાં મહિલા આઈપીએસ અધિકારીઓ ગરબે ઝુમ્યા, મન મુકીને માણ્યા રાસ ગરબા