ગુજરાત

gujarat

ETV Bharat / state

સયંમ જાળવવાના બદલે જોઈન્ટ પોલીસ કમિશ્નર લઘુમતી સમાજના આગેવાનોને આ શું બોલી ગયા? - surat joint police commissioner misbehaved with muslim leaders

ભારતમાં હિંસા ભડકી રહી છે. સામાન્ય વાત પણ મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્થિતિ સ્ફોટક પણ છે અને સંવેદનશીલ પણ. આવા સમયે લોકોએ અને અધિકારીઓ તેમજ રાજનેતાઓએ પણ સંયમ વર્તવાની જરૂર છે. પરંતુ સુરતના જોઈન્ટ પોલીસ કમિશ્નર તદ્દન બેજવાબદારી ભર્યુ વર્તન દાખવી રહ્યા છે. શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન.પટેલે CAAના વિરોધ માટે પરવાનગી લેવા ગયેલા લઘુમતી આગેવાનોને બાંગ્લાદેશી અને પાકિસ્તાની તરીકે સંબોધ્યા હોવાના આરોપ લાગતા પોલીસ બેડામાં ખળભળાટ ઉભો થયો છે.

a
સયંમ જાળવવાના બદલે જોઈન્ટ પોલીસ કમિશ્નર પટેલ લઘુમતી સમાજના આગેવાનોને આ શું બોલી ગયા ?

By

Published : Mar 2, 2020, 10:16 PM IST

સુરત: શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ડી.એન. પટેલ સામે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપ છે કે, લઘુમતી સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો જ્યારે CAAના વિરોધમાં કાર્યક્રમની પરવાનગી લેવા હતા, ત્યારે જોઈન્ટ પોલીસ કમિશ્નર પટેલે મુસ્લિમ સમાજના આગેવાનોને બાંગ્લાદેશી અને પાકિસ્તાની કહીને સંબોધ્યા હતા. આ ગંભીર આરોપને લઈ બન્ને સમાજના લોકો આજે જોઈન્ટ પોલીસ કમિશ્નર પટેલને સસ્પેન્ડ કરવાની માગ સુરત જિલ્લા કલેકટર મારફતે સરકારને કરી હતી.

સયંમ જાળવવાના બદલે જોઈન્ટ પોલીસ કમિશ્નર લઘુમતી સમાજના આગેવાનોને આ શું બોલી ગયા?


શાહીન બાગની જેમ CAAના વિરોધ માટે સુરત ખાતે કાર્યક્રમની પરવાનગી માટે લઘુમતી સમાજ અને દલિત સમાજના આગેવાનો ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર અને શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર ડી.એન. પટેલ પાસે ગયા હતા. ડી.એન. પટેલે રજૂઆત કરવા ગયેલા લોકો સાથે અયોગ્ય વર્તન કરી બાંગ્લાદેશી, પાકિસ્તાની કહી અપમાનિત કર્યા હતા. આ મુદ્દે અગાઉ ઈન્ચાર્જ સીપી સામે સરકારમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગૃહપ્રધાનને જમીયતે ઉલેમાએ હિન્દ દ્વારા ફરિયાદ કરાઈ હતી. પટેલને સસ્પેન્ડ કરવાની માગણી સાથે લઘુમતી સમાજના આગેવાનો કલેકટર કચેરી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ તમામ આગેવાનો કાર્યક્રમની પરવાનગી લેવા ડી. એન. પટેલ પાસે ગયા ત્યારે તમામના મોબાઇલ ફોન બહાર મુકાવવામાં આવ્યા હતા. જોકે પોતાની ઉપર લાગેલા આરોપોને લઈને ડી. એન. પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપો અંગે જે પણ સત્ય છે તે સબંધિત વિભાગને જણાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details