સુરત:શહેરમાં ફરી એકવખત ભ્રુણ મળવાની ઘટના સામે આવી છે. શહેરના અલથાણ વિસ્તારમાંથી 1 દિવસનું ભ્રુણ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ આ મામલે અલથાણ પોલીસે મૃત બાળકીનો કબ્જો લઇ મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
કાર્યવાહી હાથ ધરી:સુરત શહેરમાં ફરી પછી ભ્રુણ મળવાની ઘટના સામે આવી છે. શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ કચરાના ડમ્પર યાર્ડમાંથી ગઈકાલે રાતે 9 વાગ્યેની આસપાસ એક દિવસનું ભ્રુણ મળી આવ્યું હતું. જોકે પોલીસને જાણ કરતા અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી બાળકીનો મૃતદેહનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.જોકે આ પેહલા એક જ અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે. આ પેહલા કાપોદ્રા, ગોડાદરા અને હાલ અલથાણ વિસ્તારમાંથી 1 દિવસની બાળકીનો મૃત દેહ મળી આવ્યો છે.આ મામલે અમે આજુબાજુના સીસીટીવી ની પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો Surat Crime: દારૂની હેરાફેરી કરનારી પૂર્વ કોંગી નેતા મેઘના પટેલની ધરપકડ, 10 લાખનો મુદ્દામાલ કબજે
સીસીટીવી તપાસ:હા ગઈકાલે રાતે 9 વાગે આ ઘટના અંગે કંટ્રોલમાં મેસેજ આવ્યા હતા. જેથી ત્યાં અમારી પીસીઆર વાન ત્યાં પહોંચી હતી.ત્યાંથી પછી અમારા હેડ કોન્સ્ટેબલ અમિત બારીયાનો કોલ આવ્યો કે અહીં આ રીતનું છે. જેથી હું પણ ત્યાં પહોંચ્યો હતો. અમે બાળકીનો કબ્જો મેળવી નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ આ મામલે અમે અજાણીયા મહિલા સામે ગુન્હો નોંધ્યો છે. આજુબાજુના સીસીટીવી પણ તપાસ કરવામાં આવી રહ્યા છે--અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલ
આ પણ વાંચો Surat News : નવી સિવિલ હોસ્પિટલ-મેડિકલ કોલેજના 122 વિદ્યાર્થીઓ નાપાસ, કારણ ચોંકાવનારું
વોચમેન ચોંકી ગયો:વધુમાં જણાવ્યું કે, તે ઉપરાંત જે સ્થળે બાળકીનો મૃત દેહ મળી આવ્યો હતો. તે સ્થળે ત્યાંના વોચમેન દ્વારા જ આ બાબતની માહિતી પોલીસને આપવામાં આવી હતી. વોચમેન જમીને ઉઠ્યો અને તે હાથ ધોવા માટે ગયો હતો. ત્યારે તેને કચરાના ઢગલામાં બાળકી જોવા મળી આવતા તે પણ ચોંકી ગયો હતો. તેણે પોલીસને જાણ કરી હતી કોઈ માતાએ તેમનો પાપ છુંપાવા માટે આ રીતેનું કૃત્ય કર્યું હોય તેવું અનુમાન છે. હાલ આ મામલે તપાસ કરી રહ્યા છીએ.