સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વિશ્વજીતભાઈ નામના વ્યક્તિ વહેલી સવારે પોતાના શ્વાનને લઈ નજીકમાં આવેલ જાહેર સ્થળ પર શૌચ કરાવવા નીકળ્યા હતા. જે દરમિયાન પાલિકાના કર્મચારીઓની નજર તેમના પર પડી હતી. જાહેર સ્થળ પર શ્વાનને શૌચ કરાવવા બદલ પાલિકા અધિકારી દ્વારા વિશ્વજીતભાઇને રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી પાલિકા અધિકારી અને વિશ્વજીતભાઇ વચ્ચે ઉગ્ર બોલાચાલ થઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પાલિકા અધિકારી દ્વારા આ અંગે શ્વાન માલિક વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. જેથી અડાજણ પોલીસે અરજીના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શ્વાન માલિકને જાહેરમાં શૌચ કરાવવુ પડ્યું ભારે, પાલિકાએ ફટકાર્યો દંડ - શ્વાન
સુરત: જો તમે જાહેરમાં તમારા શ્વાનને લઈ શૌચ કરાવવા નીકળો છો તો આ કિસ્સો તમારા માટે ચેતવણી સમાન બની રહે છે. જી હા જાહેરમાં શ્વાનને શૌચ કરાવવા બદલ તમને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ થઈ શકે છે. આવો જ કંઈક કિસ્સો બન્યો છે, સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં એક શ્વાન માલિકને જાહેરમાં શૌચ કરાવવુ ભારે પડ્યું છે. શ્વાન માલીકને પાલિકા દ્વારા રૂપિયા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકા અને શ્વાન માલિક વચ્ચે હોબાળો થતા સમગ્ર મામલો પોલિસ મથકે પહોચ્યો હતો.
શ્વાન માલિકને જાહેરમાં શૌચ કરાવવુ પડ્યું ભારે, શ્વાન માલીકને પાલિકા દ્વારા દંડ ફટકાર્યો
પાલિકાની આ કામગીરીથી લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ શહેરમાં સ્વચ્છતા જળવાય રહે તેવા પ્રયાસ પણ પાલિકા દ્વારા કરી લોકોને આ અંગે અપીલ કરવામાં આવી રહી છે.