સુરતમાં 17 ઉદ્યોગકારોને 497 લાખની લોનના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું - MSME
સુરતઃ નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને સરળતાથી લોન મળી રહે તેવા હેતુથી MSME સપોર્ટ અને આઉટરીચ કેમ્પેઈન અંતર્ગત ઈન્ડિયન બેંકની ઝોનલ ઓફિસ સુરત દ્વારા એમએસએમઇ ઉદ્યોગકારો માટે એવરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
17 ઉદ્યોગકારોને 497 લાખના લોનના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું
આ પ્રસંગે ઈન્ડિયન બેંકના ઝોનલ મેનેજર પ્રનેશ કુમારે જણાવ્યું હતું કે, તા.1 જુલાઈથી 15મી ઓગષ્ટ દરમિયાન બેંકની શાખાઓ ખાતે એમ.એસ.એમ.ઈ. કેમ્પનું આયોજન કરી લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગકારોને સરળતાથી ધિરાણ મળી શકે તે માટે તેઓએ જાણકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.