સુરત: હીરાના કારખાનામાંથી 300 જેટલા કારીગરોને છૂટા કરાયા
સુરત: કતારગામના ગોધાણી ઇમપેક્સ નામના હીરાના કારખાના માંથી કારીગરોને છૂટા કરાતા રત્નકલાકારો બેરોજગાર થયા છે. મંદીના નામે 300 જેટલા કારીગરોને છૂટા કરાતા કારીગરોમાં નારાજગી જોવા મળી હતી. આ રત્નકલાકારો પોતાની વ્યથા લઈ સુરત જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. ત્રણ મહિનાની પગાર અને ગ્રેચુયટીની માગણી તંત્ર પાસે કરી છે.
surat
હીરા ઉદ્યોગ ગયા દિવાળી બાદ થી મંદીનો સામનો કરી રહ્યો છે. હાલ નાના મોટા કારખાનાઓમાં નોકરી કરનાર રત્નકલાકારોની હાલત કફોડી બની છે. કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 300 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેના કારણે રત્નકલાકારો બેરોજગાર થયા છે. મંગળવારે આ તમાંમ રત્નકલાકારો કતારગામ ખાતે આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એકઠા થઈ વિરોધ નોંધાવી અને કલેક્ટર કચેરી પહોંચી પોતાના અધિકારની માંગણી કરી હતી.